બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / Supreme Court acquits man convicted of sexual assault of then minor wife

ન્યાયિક / પત્નીની ઉંમર 15 વર્ષથી વધુ હોય તો રેપનો કેસ ન બને- સુપ્રીમ કોર્ટનો ચુકાદો, આરોપી પતિનો છૂટકારો

Hiralal

Last Updated: 03:38 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે સગીર પત્ની સાથે રેપના કેસમાં એક મોટો ચુકાદો જાહેર કર્યો છે.

  • સગીર પત્ની સાથે સેક્સ પર સુપ્રીમનો મોટો ચુકાદો
  • સગીરાની ઉંમર 15 વર્ષથી વધુ હોય તો રેપ નહીં
  • કોર્ટે સગીર પત્ની સાથે રેપના આરોપીને છોડી મૂક્યો 

સુપ્રીમ કોર્ટે સગીર પત્ની સાથે રેપના આરોપીને રેપના આરોપમાંથી મુક્ત કર્યો છે. જસ્ટિસ બી.આર.ગવઈ અને સંજય કરોલની બેન્ચે કહ્યું કે, જો પત્નીની ઉંમર 15 વર્ષથી વધુ હોય તો આવા કેસમાં રેપનો કોઈ આરોપ બનતો નથી અને આરોપી જામીન મેળવવા માટે પાત્ર છે. પત્ની સાથે રેપના ગુનામાં પતિને હાઈકોર્ટે દોષી ઠેરવ્યો હતો અને હાઈકોર્ટના આ ચુકાદા સામે આરોપીએ સુપ્રીમમાં અરજી કરીને પોતાની સામેનો કેસ રદ કરવાની અપીલ કરી હતી. 

કલમ 375ને આધારે સુપ્રીમે આરોપીને છોડી મૂક્યો 
સુપ્રીમ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી અને આ કેસમાં આઈપીસીની કલમ 375 ના અપવાદ 2 પર આધાર રાખ્યો હતો. આ અંતર્ગત જો પત્નીની ઉંમર 15 વર્ષથી વધુ હોય અથવા સગીર પત્ની સાથે સેક્સ માણવાના કિસ્સામાં પતિ પર બળાત્કારનો આરોપ નથી. આમાં પતિને બળાત્કારના કેસમાં અપવાદની શ્રેણીમાં રાખવામાં આવ્યો હતો. આ આધારે પતિને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હતો.

શું છે વૈવાહિત રેપની વ્યાખ્યા 
બળાત્કારની પરિભાષામાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે, જો પત્નીની ઉંમર 15 વર્ષથી વધુ હોય તો વૈવાહિક બળાત્કારમાં પતિને અપવાદમાં રાખવામાં આવ્યો છે. એટલે કે પતિ સામે બળાત્કારનો કેસ દાખલ કરી શકાય નહીં.

કયા કિસ્સામાં સુપ્રીમે રેપનો કેસ રદ કર્યો 
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાલના કેસમાં પત્નીની ઉંમર 15 વર્ષથી વધુ હતી જ્યારે પતિ અને પત્ની વચ્ચે સંબંધ બંધાયો હતો. આવી સ્થિતિમાં, બળાત્કારનો કોઈ કેસ નહીં હોય. તેમજ યુવતીએ સોગંદનામું આપ્યું છે કે, તેણે પોતાના પતિ સાથે જાતે લગ્ન કર્યા હતા અને તેમની વચ્ચે સંમતિથી સંબંધ હતા અને તેમને એક સંતાન પણ છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, એકલા કરારના ઉલ્લંઘનથી છેતરપિંડીનો ગુનાહિત કેસ ન થઈ શકે. આ માટે કેસમાં શરૂઆતથી જ ખોટા ઇરાદાને સાબિત કરવો જરૂરી છે. વચન પૂરું કરવામાં નિષ્ફળતાના માત્ર આક્ષેપો ફોજદારી કાર્યવાહી શરૂ કરવા માટે પૂરતા નહીં હોય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ