બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / sunny leon s wrong mobile number goes viral hundreds of people are calling on that number
હવે તમે એવું વિચારી રહ્યા હશો કે સનીનો મોબાઇવ નંબર આટલા બધા સામાન્ય લોકો પાસે કેવી રીતે પહોંચી ગયો. વાસ્તવમાં ગત શુક્રવારે દિલજીત દોસાંઝ અને કૃતિ સેનની એક ફિલ્મ 'અર્જુન પટિયાલા' રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં સની લિયોનનો પણ એક સીન છે. ફિલ્મના એ સીનમાં સની લિયોન ફુકરે મૂવીમાં ફેમસ ચૂતાનો રોલ કરનાર અભિનેતા વરુણ શર્માને પોતાનો નંબર આપે છે.
ADVERTISEMENT
સનીનો લિયોનનો ખોટો નંબર વાયરલ
આ સીનને જોયા બાદ દુનિયાભરના હજારો લોકોને લાગ્યું કે સનીએ જે નંબર સીનમાં કહ્યો છે એ એનો પર્સનલ નંબર છે અને લોકોએ એ નંબર પર હજારો કોલ કરવાનું શરૂ કરી દીધું, લોકો સની લિયોન સાથે વાત તો કરી શક્યા નહીં પરંતું એ નંબરના રિયલ માલિક દિલ્હીના પુનિત અગ્રવાલ પરેશાન થઇ ગયા. વાસ્તવમાં ફિલ્મ સીનમાં સની એ જે નંબર વરુણને આપ્યો એ દિલ્હીમાં રહેતા પુનિત અગ્રવાલનો છે.
ફિલ્મ જોયા બાદ ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ સહિત દુનિયાભરથી લોકો સની સાથે વાત કરવા માટે આ નંબર પર ફોન કરવા લાગ્યા અને પુનિત પરેશાન થઇ ગયો. હદથી વધારે ફોન્સ આવવા પર પુનિતે પોલીસ ફરિયાદ કરી. પરંતુ પોલીસે આ વાત હળવાશથી લીધી.
ADVERTISEMENT
પુનિતે આ બાબતને લઇને સેન્સર બોર્ડ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. કોઇ પણ ફિલ્મ રિલીઝ થતા પહેલા સેન્સર બોર્ડ એના દરેક સીનની તપાસ કરે છે જેનાથી દેશના કોઇ વ્યક્તિને કોઇ પરેશાની થાય નહીં. એવામાં કોઇ માણસનો ચાલુ પર્સનલ કોન્ટેક્ટ નંબર સીનમાં બોલવાની પરવાનગી કેવી રીતે મળી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.