બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / આરોગ્ય / summer sleeping tips try these effective tips home remedies for good sleep

Sleeping Tips / ગરમીમાં સારી અને પૂરતી ઊંઘ લેવા અપનાવો આ ટિપ્સ, સુવાના એક કલાક પહેલા કરો આ કામ

Bijal Vyas

Last Updated: 05:27 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓછી કે અપૂરતી ઊંઘના કારણે અનેક બીમારીઓ તમારા શરીરમાં ઘર કરી શકે છે, તેમાં પણ ગરમીમાં ઊંઘ ઓછી આવે છે. તો આવો જાણીએ આ સિઝનમાં સારી ઊંઘ મેળવવાની રીત...

  • ઉનાળાની ઋતુમાં ઓછી ઊંઘ એક સામાન્ય સમસ્યા બની છે
  • ઊંઘ પૂરી થવા પર આપણી ઇમ્યુન સિસ્ટમ પણ મજબૂત બને છે. 
  • સૂવાના 1 કલાક પહેલા ગરમ દૂધનું સેવન કરવું જોઈએ

Summer Sleeping Tips: સ્વાસ્થ્ય માટે સારી અને પૂરતી ઊંઘ ફાયદાકારક છે. સારી અને શાંત ઊંઘ આપણા સ્વાસ્થ્યને જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જો કે ઉનાળાની ઋતુમાં ઓછી ઊંઘ એક સામાન્ય સમસ્યા બની જાય છે. ઉનાળામાં ઘણા લોકોની ઊંઘ ઘણી વખત પૂરી થતી નથી. ઉલ્લેખનીય છે કે ઓછી ઊંઘ અથવા પૂરતી ઊંઘ ન આવવાને કારણે ઘણી બીમારીઓ તમારા શરીરમાં ઘર કરી શકે છે. તો આવો જાણીએ કે, ઉનાળાની ઋતુમાં તમે કેવી રીતે સારી અને ગાઢ ઊંઘ મેળવી શકો છો.

ભરપૂર ઊંઘના ફાયદા

  • ભરપૂર ઊંઘ લેવાથી આપણુ મગજ શાંત થાય છે.
  • સારી ઊંઘથી આપણા પાચન તંત્ર પણ સ્ટ્રોંગ બને છે. 
  • ઊંઘ પૂરી થવા પર આપણી ઇમ્યુન સિસ્ટમ પણ મજબૂત બને છે. 
  • ભરપૂર ઊંઘ લેવાથી માનસિક તણાવ દૂર થાય છે. 
  • ભરપૂર ઊંઘ લેવાથી સ્કિન પર ગ્લો બની રહે છે. 

શું તમારા ઘરમાં પણ કોઈને છે ઊંઘમાં બોલવાની આદત? જાણો શું છે કારણ અને કઈ  રીતે કરશો ઉપાય why do some people talk in their sleep


સારી ઊંઘ માટે ઉપાય

  • સૂવાના 1 કલાક પહેલા ગરમ દૂધનું સેવન કરવું જોઈએ. દરરોજ ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે.
  • સારી અને પૂરતી ઊંઘ માટે  તેલની માલિશ શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. જો તેલથી માલિશ કરવામાં આવે તો આપણા હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
  • લવન્ડર તેલ, ચંદનનું તેલ, સરસવનું તેલ, નારિયેળનું તેલ અને આમળાનું તેલ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી શરીરની નર્વસ સિસ્ટમને પણ રાહત મળે છે.
  • જો તમે અનિંદ્રાથી પરેશાન છો અથવા જો તમે રાત્રે સૂતી વખતે વારંવાર જાગી જાઓ છો, તો સૂતા પહેલા હુંફાળા પાણીથી સ્નાન કરવું એ પણ એક અસરકારક ઉપાય માનવામાં આવે છે.
  • જો તમે રાત્રે યોગ્ય રીતે સૂઈ શકતા નથી અથવા જો તમારી ઊંઘ પૂરી ન થઈ હોય, તો દિવસ દરમિયાન ચોક્કસપણે થોડી ઊંઘ લો. આમ કરવાથી તમારો મૂડ ફ્રેશ રહેશે અને તમે વધુ એનર્જી અનુભવી શકશો.
  • સૂવાના 2 કે 3 કલાક પહેલાં તમારું ડિનર કરી લો. જે લોકો જમ્યા પછી તરત જ સૂઈ જાય છે. તેમના પેટમાં રહેલા એસિડને કારણે, છાતીમાં બળતરા થાય છે, જેના કારણે તેઓ શાંતિથી સૂઈ શકતા નથી.

Topic | VTV Gujarati

ના કરો દારુ અને ફોનનો ઉપયોગ 
રાત્રે સૂતા પહેલા નિકોટિન, કેફીન અને આલ્કોહોલનું સેવન ટાળો. આ બધી વસ્તુઓ ઊંઘ દૂર કરવાનું કામ કરે છે. સૂતા પહેલા ફોનનો ઓછો ઉપયોગ કરો, જેના કારણે ઉંઘ ન આવવાની સમસ્યા થાય છે, તેની સાથે જ તેની આપણી આંખોની રોશની પર પણ ખરાબ અસર પડે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ