બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tea Without Sugar: ખાંડ વગર પણ ચાને બનાવી શકો છો ટેસ્ટી, આ 6 વિકલ્પો અજમાવો

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / Tea Without Sugar: ખાંડ વગર પણ ચાને બનાવી શકો છો ટેસ્ટી, આ 6 વિકલ્પો અજમાવો

Last Updated: 03:59 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમને પણ ખાંડ વગરની ચા પીવી છે, પરંતુ ચાનો સ્વાદ ફિક્કો લાગશે એવું વિચારીને પોતાની મનપસંદ ચા છોડી શકતા નથી? જો હા, તો હવે ચાની મીઠાશ સાથે સમાધાન કરવાની જરૂર નથી. રિફાઇન્ડ ખાંડની જગ્યાએ કેટલાક વિકલ્પોનો ઉપયોગ કરીને તમે ચાને સ્વાદિષ્ટ બનાવી શકો છો.

1/7

photoStories-logo

1. ચામાં ખાંડ નાખવાનું ઓછું કરવું છે?

ભારતમાં ચા માત્ર સવારના સમયનું પીણું નથી, પરંતુ ઘણા લોકો સાંજે પણ ચાની ચુસ્કી લેવાનું પસંદ કરે છે. જો તમે ડાયટમાં વધારાની ખાંડ ઘટાડવા માંગતા હો, તો ચામાં ખાંડનું પ્રમાણ ધીમે-ધીમે ઓછું કરવું એક સારો વિકલ્પ બની શકે છે. તો ચાલો જાણીએ કે ચામાં ખાંડની જગ્યાએ શું ઉમેરી શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સ્ટીવિયાથી મળશે મીઠો સ્વાદ

જો તમે ખાંડની જગ્યાએ ઓછા પ્રમાણમાં જ ચાને મીઠી બનાવે એવો વિકલ્પ શોધી રહ્યા છો, તો સ્ટીવિયા અજમાવી શકો છો. તે છોડમાંથી મળતું સ્વીટનર છે અને ખાંડ કરતાં ઘણી વધારે મીઠાશ ધરાવે છે. સ્ટીવિયા પાન, પાવડર અને ડ્રોપ્સના રૂપમાં મળી શકે છે. તેથી ચામાં તેનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ ઓછી માત્રાથી શરૂઆત કરવી યોગ્ય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ખજૂર આપશે નેચરલ મીઠાશ

ચામાં મીઠાશ માટે ખજૂરનો પણ ઉપયોગ કરી શકાય છે. તમે ખજૂરનો પાવડર, પેસ્ટ અથવા સિરપનો ઉપયોગ કરી શકો છો.ખાસ કરીને દૂધવાળી ચામાં ખજૂરની પેસ્ટ સારી રીતે મિક્સ થઈ જાય છે અને ચામાં હળવી નેચરલ મીઠાશ ઉમેરે છે. જો તમને ચામાં થોડો રિચ અને અલગ પ્રકારનો સ્વાદ પસંદ હોય તો આ વિકલ્પ ટ્રાય કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ગોળવાળી ચાનો સ્વાદ છે અલગ

ખાંડની જગ્યાએ ગોળ નાખીને ચા બનાવવાની રીત નવી નથી. ગોળ ચાને એક અલગ જ સ્વાદ અને રંગ આપે છે. જોકે ગોળને લો-કેલરી વિકલ્પ માનવો યોગ્ય નથી, કારણ કે તેમાં પણ ખાંડ અને કેલરી હોય છે.તેથી જો તમે ચામાં ગોળનો ઉપયોગ કરો છો તો તેની માત્રાનું ધ્યાન રાખવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. કોકોનટ શૂગરથી બદલાઈ જશે ચાનો ફ્લેવર

નાળિયેરમાંથી તૈયાર થતી કોકોનટ શૂગરનો ઉપયોગ પણ ચામાં કરી શકાય છે. તેનો સ્વાદ સામાન્ય ખાંડ કરતાં અલગ હોય છે અને તેમાં થોડો કેરામેલ જેવો ફ્લેવર અનુભવાઈ શકે છે.જો તમે ચામાં માત્ર મીઠાશ નહીં પરંતુ થોડો અલગ સ્વાદ પણ ઈચ્છતા હો, તો કોકોનટ શૂગર એક વિકલ્પ બની શકે છે. જોકે તેનો ઉપયોગ પણ મર્યાદિત માત્રામાં કરવો વધુ યોગ્ય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. તજ અને વરિયાળીથી વધશે ચાનો સ્વાદ

જો તમારો હેતુ ચામાં કોઈપણ પ્રકારની વધારાની ખાંડ અથવા સ્વીટનરનું પ્રમાણ ઘટાડવાનો છે, તો મસાલાની મદદથી ચાનો સ્વાદ વધારી શકો છો.ચા બનાવતી વખતે તેમાં થોડી તજ અથવા વરિયાળી ઉમેરવાથી ચામાં હળવો મીઠો સ્વાદ અને સારી સુગંધ આવે છે. સાથે જ ચાનો ફ્લેવર પણ વધુ રસપ્રદ બની જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. મિશ્રીને ખાંડનો હેલ્ધી વિકલ્પ ન માનશો

ઘણા લોકો મિશ્રીને સામાન્ય ખાંડ કરતાં વધુ સારી માનીને ચામાં ઉમેરે છે. પરંતુ મિશ્રી પણ મૂળભૂત રીતે ખાંડ જ છે. તેથી જો તમારો હેતુ ડાયટમાં વધારાની ખાંડ ઘટાડવાનો છે, તો મિશ્રીથી ખાસ ફાયદો નહીં થાય.ચામાં મિશ્રીનો ઉપયોગ કરો તો તેની માત્રા પણ મર્યાદિત રાખવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Healthy Tea Natural Sweeteners Sugar Free Tea
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ