બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / Suddenly a leopard came and sat in front of the farmer for 30 minutes in the field

દીપડાનો ભય / અડધી રાતનો સમય.., અચાનક જ આવ્યો દીપડો અને ખેતરમાં 30 મિનિટ સુધી ખેડૂત સામે બેસી રહ્યો: વડોદરામાં ચોંકાવનારી ઘટના

Priyakant

Last Updated: 03:40 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Leopard Attacks News: વડોદરાના ચાંદોદમાં મધરાત્રે અચાનક દીપડો આવી ગયો, ખેડૂતની સામે 30 મિનિટ સુધી બેસી રહ્યો દીપડો, ગોંડલમાં તો શ્રમિક પર દીપડાએ કર્યો હુમલો

  • ગોંડલમાં ખેતરમાં કામ કરતા શ્રમિક પર  દીપડાએ કર્યો હુમલો  
  • વાડીએ શ્રમીક સૂતો હતો તે સમયે દિપડાએ હુમલો 
  • દિપડાએ હુમલો કરતા માથા અને હાથમાં સામાન્ય ઈજા 
  • વડોદરાના ચાંદોદમાં દિપડો આવી જતાં ખેડૂતોની બૂમાબૂમ
  • 30 મિનિટ સુધી ખેડૂત સામે બેસી રહ્યો દીપડો

Leopard Attacks : ગુજરાતમાં ફરી એકવાર દીપડાએ શ્રમિક પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ગોંડલમાં શ્રમિક પર દીપડાએ હુમલો કર્યો તો વડોદરામાં મધરાત્રે દીપડો આવી ગયો હતો. વિગતો મુજબ ગોંડલમાં એક શ્રમિક ખેતરમા હતો. આ દરમિયાન અચાનક દીપડાએ હુમલો કરતાં શ્રમિકને માથા અને હાથમાં ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ તરફ વડોદરામાં પણ ખેતરમાં કામ કરતી વખતે અચાનક જ દીપડો આવી ચડ્યો હતો. 

ગોંડલમાં દીપડાએ કર્યો હુમલો 
ગોંડલ તાલુકાના કેશવાળા ગામે શ્રમિક પર દીપડાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશનો ચમારીયા સુરેશ વાડી સૂઈ ગયો હતો. આ દરમિયાન અચાનક દીપડાએ આવી હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં શ્રમિકને માથા અને હાથમાં સામાન્ય ઈજા પહોંચી હોઇ તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઈ ગોંડલ ફોરેસ્ટ વિભાગે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી. 

વડોદરાના ચાંદોદમાં દિપડો આવી જતાં ખેડૂતોની બૂમાબૂમ
આ તરફ વડોદરાના ચાંદોદમાં દિપડો આવી જતાં ખેડૂતોએ બૂમાબૂમ કરી મૂકી હતી. ઘટનાની વિગતો મુજબ ખેતરમાં કામ કરતી વખતે અચાનક દીપડો આવી ગયો હતો. જે બાદમાં 
30 મિનીટ સુધી દીપડો ખેડૂત સામે બેસી રહ્યો હતો. આ તરફ દીપડાને જોઇ ખેડૂતનો જીવ પડીકે બંધાયો હતો. જોકે બાદમાં દીપડાની આવનજાવનને લઇ વનવિભાગને જાણ કરાઇ હતી. જેમાં ખેતરમાં ફરતા 3 જેટલા દીપડા પકડવા રજૂઆત કરાઇ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ