બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Politics / subramanian swamy asks questions in narendra modi stadium controversy

નિવેદન / સ્ટેડિયમના નામકરણ વિવાદમાં સ્વામીએ ગુજરાત સરકારને આપી આ સલાહ અને 'કર્ણાવતી' પર પૂછી નાંખ્યો સવાલ

Parth

Last Updated: 12:08 PM, 26 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આવેલા દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમના નામને લઈને વિવાદ થઈ રહ્યો છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાએ મોટું નિવેદન આપ્યું છે જેનાથી મોદી સરકાર સામે સવાલ ઊભા થયા છે.

  • અમદાવાદમાં આવેલ સ્ટેડિયમને પીએમ મોદીનું નામ અપાયું 
  • સુબ્રમણ્યમ સ્વામીએ કર્ણાવતી વિશે પૂછ્યો સવાલ 
  • સ્વામીએ ગુજરાત સરકારને નામ પરત લેવા આપી સલાહ 

સુબ્રમણ્યમ સ્વામી આવ્યા મેદાનમાં 

ગુજરાતના અમદાવાદમાં આવેલ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમના નામ બદલવાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ઘણા બધા નેતા અને લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સ્ટેડિયમનું નામ બદલવું એ સરદાર વલ્લભ ભાઈ પટેલનું અપમાન છે. જોકે સરકારના મંત્રીઓ એવો તર્ક આપી રહ્યા છે કે આખા સ્પોર્ટ્સ પરિસરનું નામ સરદાર પટેલના નામ પરથી જ રાખવામાં આવ્યું છે અને માત્ર સ્ટેડિયમનું નામ જ નરેન્દ્ર મોદી કરવામાં આવ્યું છે. 

સ્વામી પીએમ મોદીનું જ ભાષણ લઈ આવ્યા 

એક તરફ જ્યાં સરકાર વિપક્ષના હુમલાઓનો જવાબ આપી રહી છે ત્યાં હવે ભાજપના જ દિગ્ગજ નેતાએ સરકારના આ નિર્ણય સામે આડકતરી રીતે હુમલાઑ કરી દીધા છે. છેલ્લા ઘણા સમયથી સુબ્રમણ્યમ સ્વામી મોદી સરકારના ઘણા નિર્ણયો સામે નિવેદનો આપતા રહે છે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઈને આજે તેમણે આજે સવારે પીએમ મોદીનું જ એક ભાષણ લઈ આવ્યા. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પીએમ મોદીએ ભાષણમાં સરદાર પટેલ સ્ટેડિયમનું નામ લીધું હોય તે ભાષણનો ટુકડો સ્વામીએ ટ્વિટ કર્યો. તે બાદ સુબ્રમણ્યમ સ્વામીએ તે બાદ વધુ એક ટ્વિટ કર્યું અને કહ્યું કે તો કોણ હતું જે જુઠ્ઠું બોલ્યા કે મોદી સ્ટેડિયમનું નામ મોટેરા સ્ટેડિયમ હતું અને સરદાર પટેલ સ્ટેડિયમ ન હતું? 

ગુજરાત સરકારને આપી આ સલાહ 

સ્વામી અહિયાં જ ન રોકાયા આગળ તેમણે કહ્યું કે ગુજરાતના જમાઈ તરીકે રાજ્યમાંથી ઘણા બધા લોકોએ મારા પાસેતેમની પીડા વ્યક્ત કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ ગુજરાત સરકારને સલાહ આપતા કહ્યું કે મારી ગુજરાત સરકારને સલાહ છે કે નામના પરિવર્તનમાં મોદીની સલાહ લેવામાં આવી ન હતી અને તે માટે નામ પાછું લેવામાં આવે છે તેવી જાહેરાત કરે.આ સિવાય એક યુઝરના જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ અમદાવાદના નામને લઈને પણ સવાલ પૂછી નાખ્યો કે કર્ણાવતીનું શું થયું? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ