બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુભાષ બ્રિજ પર આ તારીખ સુધી બંધ રહેશે વાહન વ્યવહાર, લેવાયો નિર્ણય, તપાસનો ધમધમાટ

હાલાકી / સુભાષ બ્રિજ પર આ તારીખ સુધી બંધ રહેશે વાહન વ્યવહાર, લેવાયો નિર્ણય, તપાસનો ધમધમાટ

Mit Soni

Last Updated: 05:43 PM, 9 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરમતી નદી પર આવેલા અને અતિવ્યસ્ત ગણાતા સુભાષ બ્રિજ પર પડેલી તિરાડોના પગલે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. ત્યારે હવે બ્રિજ કઈ તારીખ સુધી બંધ રહેશે, તેને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે.

સાબરમતી નદી પર આવેલા અને અતિવ્યસ્ત ગણાતા સુભાષ બ્રિજ પર પડેલી તિરાડોના પગલે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. ત્યારે હવે બ્રિજ કઈ તારીખ સુધી બંધ રહેશે, તેને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી જાહેર જનતા માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ 5 દિવસ ઈન્સ્પેક્શન માટે બંધ કર્યો હતો. તિરાડ પડ્યા બાદ હજી પણ વિવિધ એજન્સી ઇન્સ્પેક્શન કરી રહી છે.

Parul University

4 ડિસેમ્બરે અચાનક બ્રિજ બંધ કરાયો હતો

4 ડિસેમ્બરના રોજ બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. જે બાદ પાંચ દિવસ માટે બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. વિવિધ એન્જસીઓ અને રાજ્ય સરકારની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે. હજુ પણ વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે. બ્રિજના સ્પાનને રિપેર કરવા માટે વધુ સમય લાગી શકે તેમ છે. ત્યારે હાલ 25 ડિસેમ્બર સુધી બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, તે બાદ પણ સમયમાર્યાદા લંબાવવામાં આવી શકે છે.

વધુ વાંચો; ચૂંટણી ચોરીનો મુદ્દો મહત્વનો, અમે હરિયાણા-કર્ણાટકમાં ગરબડ સાબિત કરી, લોકસભામાં બોલ્યાં રાહુલ ગાંધી

'રિપોર્ટ મળ્યા વિના બ્રિજને ફરી ખોલવાનો કોઈ પ્રશ્ન જ નથી'

મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે પૂર્ણ અને વિશ્વસનીય તકનિકી રિપોર્ટ મળ્યા વિના બ્રિજને ફરી ખોલવાનો કોઈ પ્રશ્ન જ નથી. ગઈકાલે સાંજ સુધી ચાલી રહેલા સ્ટ્રક્ચરલ ટેસ્ટ પછી હવે અંતિમ સમીક્ષા આગામી સપ્તાહે થશે. ત્યારબાદ બ્રિજને લઈને રાજ્ય સરકાર જે નિર્ણય કરશે તે જ અંતિમ માનવામાં આવશે.

vtv app promotion

સુભાષ બ્રિજ કરાઈ રહી છે તપાસ

એક પછી એક નિષ્ણાતોની ટીમોની તપાસ, AMC સંપૂર્ણ તકેદારીમાં સુભાષ બ્રિજમાં દેખાયેલી તિરાડોને પગલે AMC કોઈપણ જોખમ લેવા તૈયાર નથી. વિવાદાસ્પદ બની શકે તેવા કોઈ પણ મુદ્દે ‘કાચું ન કપાય’ તે માટે તંત્રે તમામ અગ્રણી સંસ્થાઓને મેદાનમાં ઉતારી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad traffic Sabarmati River bridge Subhash Bridge closure
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ