બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Stunning case reported in India, 105-year-old grandmother stays at home and beats Corona
ADVERTISEMENT
કર્ણાટકના કોપલ જિલ્લામાં, 105 વર્ષીય મહિલાએ ઘરેલુ સારવારની મદદથી કોવિડ -19 ને હરાવ્યો હતો. કમલામ્મા લિંગનાગૌડા હિરેગૌડર કોપલ વિસ્તારના કતારકી ગામના રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વૃદ્ધ મહિલાની તાવ આવતા ગયા અઠવાડિયે તેની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં તેને કોરોના વાયરસના ચેપની પુષ્ટિ થઈ હતી.

ADVERTISEMENT
મહિલાને તેના આરોગ્યની વધુ ચિંતા નહોતી, તેથી ઘરે રહીને સારવાર લેવાનું નક્કી કર્યુ હતું
જો કે મહિલાને તેના આરોગ્યની વધુ ચિંતા નહોતી, તેથી તેણે હોસ્પિટલમાં જવાની ના પાડી અને પુત્રના ઘરે એકાંતમાં રહીને સારવાર લેવાનું નક્કી કર્યું. વ્યવસાયે ડોક્ટર પૌત્ર શ્રીનિવાસ હયાતીની દેખરેખ હેઠળ ઘરે સારવાર કરાવી કમલામ્મા સ્વસ્થ થઈ.
ADVERTISEMENT
તેમના પુત્ર ડોકટરે જ ઘરે કરી તેમની સારવાર
પત્રકારો સાથે વાત કરતા કમલામ્માના પૌત્રએ કહ્યું કે તેની ઉંમરને ધ્યાનમાં રાખીને ઘરે સારવાર કરવી પડકારજનક છે. જો કે, અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમને સામાન્ય સારવાર આપવામાં આવી હતી અને તેણે કોવિડ -19 ને હરાવી હતી. હવે તે અન્ય લોકો માટે પ્રેરણા બની છે.
ADVERTISEMENT

મહિલાએ જો કે પહેલા ખોરાક લેવાની ના પડી હતી, પરંતુ ત્યાર બાદમાં તે દળીયો લેવા રાજી થઈ ગઈ હતી. તેને જો કે માર્યાદિત દવાઓ જ આપવામાં આવી હતી. શનિવાર સાંજ સુધીમાં, કોરોનાના ચેપના કુલ 8,802 કેસ કોપલ જીલ્લામાં નોંધાયા હતા, જેમાંથી 186 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 6,870 લોકો ઠીક થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.