બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / students should do these measures on thursday to get good marks in exam

ટીપ્સ / Exam Tips: વિદ્યાર્થીઓને લાગે છે પરીક્ષાનો ડર તો આજે ગુરુવારે કરો આ ખાસ ઉપાય

Premal

Last Updated: 06:02 PM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકોનો ગુરુ ગ્રહ ખરાબ હોય છે તેમણે ગુરુવારના દિવસે પૂજા અને ઉપાય કરવાની સલાહ આપવામાં આવે છે. ગુરુ બળવાન થવા પર અભ્યાસમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

  • ગુરુવારના દિવસે ઉપાય કરવાથી અભ્યાસ-નોકરીમાં સફળતા મળી શકે છે
  • જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે
  • ગુરુને સૌથી મોટો ગ્રહ માનવામાં આવે છે, જે જ્ઞાનનો કારક છે

વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે. પરીક્ષાનો સમય નજીક આવતા જ વિદ્યાર્થીઓમાં સારા માર્ક્સ મેળવવા માટે ઉત્સાહ આવી જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે.

જ્યોતિષ ગ્રંથોમાં ગુરુને સૌથી મોટો ગ્રહ માનવામાં આવે છે. જે જ્ઞાનનો કારક છે. એટલે જે લોકોનો ગુરુ ગ્રહ ખરાબ હોય છે તેમણે ગુરુવારના દિવસે પૂજા અને ઉપાય કરવાની સલાહ આપવામાં આવે છે. ગુરુ બળવાન થવા પર અભ્યાસમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે. ગુરુવારના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી અભ્યાસ અને નોકરીના ક્ષેત્રમાં સફળતા મળી શકે છે.

પરીક્ષા પહેલા કરો ગુરુવારે આ ઉપાય

  1. જો તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરો.
  2. પરીક્ષા આપવા જતા સમયે અથવા તો ઘરેથી નિકળતા સમયે રસ્તામાં ગાયને લોટ અથવા ગોળ ખવડાવો.
  3. આ દિવસે જો તમે ગાયને પેંડા ખવડાવો છો તો પરીક્ષામાં સારા માર્ક્સ મળી શકે છે. 
  4. જો તમારી કુંડળીમાં ગુરુની દશા ખરાબ છે તો ગુરુવારના દિવસે મંદિરમાં કેસર અને ચણાની દાળનું દાન કરો.
  5. વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા જતા સમયે માથા પર કેસરનું તિલક કરવું જોઈએ.
  6. ગુરુવારના દિવસે ન્હાતા સમયે પાણીમાં થોડી હળદર મેળવવી જોઈએ. આ ઉપાય કરવાથી તમારા અટકેલા કામ પૂરા થશે.   
  7. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળતા મેળવવા માટે જો આ નાના-નાના ઉપાય કરે છે તો તેમને પરીક્ષામાં સફળતા જરુર મળશે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ પર આધારિત છે. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Exam Tips Lord Vishnu Planet Jupiter Exam Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ