બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / શેર બજારના ઘટાડા પર વાગી બ્રેક, આજે કેવી રહી માર્કેટની ચાલ, જાણો સેન્સેક્સ-નિફ્ટીના હાલ
Last Updated: 10:02 AM, 14 November 2024
આજે ગુરુવારે શેરબજારમાં તેજી જોવા મળી છે. બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ 106 પોઈન્ટના ઉછાળા સાથે 77,796 પર ટ્રેડ કરી રહ્યો હતો. જયારે નિફ્ટી 31.75 પોઇન્ટના વધારા સાથે 23,590.80 પર ટ્રેડ કરી રહ્યો હતો. જણાવી દઈએ કે, ગુરુવારે નિફ્ટી 23,542.15 પર ખુલ્યો હતો અને સેન્સેક્સ 77,636.94 પોઈન્ટ પર ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સમાં 14 કંપનીઓ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહી હતી.
ADVERTISEMENT
સેન્સેક્સમાં આજે સવારે એચસીએલ ટેકનો શેર સૌથી વધારે 1.56 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. એનટીપીસી, એચડીએફસી બેંક, રિલાયન્સના શેર પણ તેજીમાં છે. બીજી તરફ અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 1 ટકાથી વધુ તૂટ્યા હતા. NSEમાં આજે સવારે 33 કંપનીઓના શેરમાં અપર સર્કિટ લાગી છે. જયારે 49 કંપનીઓના શેરમાં નીચલી સર્કિટ છે. સુઝલોન એનર્જી પણ એ કંપનીઓમાં સામેલ છે જેમના શેરમાં અપર સર્કિટ લાગી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: આજથી શરૂ થઈ રહ્યો છે 43મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર, જાણો આ વખતે ટ્રેડ ફેરમાં શું હશે ખાસ...
છેલ્લા 2 દિવસમાં 13 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
BSE સેન્સેક્સ બે દિવસમાં 1,805.2 પોઈન્ટ અથવા 2.27 ટકા તૂટ્યો છે. બુધવારે તે 984.23 પોઈન્ટ અથવા 1.25 ટકા ઘટીને 77,690.95 પર બંધ થયો હતો. BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ બે દિવસમાં રૂ. 13,07,898.47 કરોડ ઘટીને રૂ. 4,29,46,189.52 કરોડ રહી ગયું.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.