બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / આજથી શરૂ થઈ રહ્યો છે 43મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર, જાણો આ વખતે ટ્રેડ ફેરમાં શું હશે ખાસ...
Last Updated: 07:13 AM, 14 November 2024
ભારતનો સૌથી મોટો ટ્રેડ ફેર એટલે કે 'ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર' (IIFT 2024) આજે 14 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ફેર ભારત મંડપમ (અગાઉ પ્રગતિ મેદાન) ના નવા એક્ઝિબિશન હોલમાં યોજાવા જઈ રહ્યો છે. આ વખતના મેળાની વિશેષતા એ છે કે ટાટા ગ્રૂપથી લઈને જિંદાલ સ્ટીલ ગ્રૂપ સુધી અહીં જોવા મળશે. તો રિલેક્સો, વૂડલેન્ડ અને હોકિન્સ જેવી કંપનીઓની હાજરી પણ ફેરમાં જોવા મળશે. એક સત્તાવાર નિવેદન અનુસાર, આ ટ્રેડ ફેર 14 દિવસ સુધી ચાલશે. અહીં દરરોજ એક લાખથી વધુ મુલાકાતીઓ આવવાની ધારણા છે. વિકેન્ડ પર મુલાકાતીઓની સંખ્યા વધુ વધી શકે છે. ચાલો જાણીએ આ ફેરને લગતી દરેક નાની-મોટી વિગતો...
ADVERTISEMENT
આ વખતના ટ્રેડ ફેરની થીમ
આ વખતે ટ્રેડ ફેરની થીમ ‘વિકસિત ભારત@2047’ રાખવામાં આવી છે. દર વર્ષની જેમ આ ફેરનું આયોજન ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન (ITPO) દ્વારા કરવામાં આવ્યું છે. દેશ અને વિદેશમાં ભારતના વેપારને પ્રોત્સાહન આપનાર આ યુનિટ વાણિજ્ય મંત્રાલય હેઠળ કામ કરે છે.
ADVERTISEMENT
એપ પર મળશે નેવિગેશનની સુવિધા
ટ્રેડ ફેર માટે એક મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે. આ એપ પર સામાન્ય લોકોને IITF 2024 માટે મેપ અને અન્ય નેવિગેશન સુવિધાઓ મળશે. આ એપનું નામ છે 'ભારત મંડપમ મોબાઈલ એપ'. એપ પર જ સામાન્ય લોકોને એક્ઝિબિશન હોલ, તેનું લોકેશન, તેની અંદર લાગેલા સ્ટોલ વગેરેની જાણકારી મળશે. આ એપ પર, ભારત મંડપમની અંદર ટ્રેડ ફેરની શરૂઆતથી લઈને એન્ડ સુધીની તમામ માહિતી મળશે.
એન્ટ્રી ગેટ અને ટાઈમટેબલ
ટ્રેડ ફેરનો સમય સવારે 10 થી સાંજે 7.30 સુધીનો રહેશે. ટ્રેડ ફેરમાં એન્ટ્રી ભારત મંડપમના ગેટ નંબર 3, ભૈરો રોડવાળા ગેટ નંબર 5 અને 6, મથુરા રોડવાળા ગેટ નંબર 10થી થશે. આમાં ગેટ નંબર 10 સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન પાસે છે.
ફેરની ટિકિટ ઓનલાઈન અને અન્ય કેટલાક મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ થશે. ભારત મંડપમ મોબાઈલ એપ, ડીએમઆરસી એપ મોમેન્ટમ 2.0 દિલ્હી સારથી અને આઈટીપીઓ વેબસાઈટ પરથી પણ ટિકિટ ખરીદી શકાય છે. ફેરની ટિકિટ સુપ્રીમ કોર્ટ સ્ટેશન સિવાય 55 મેટ્રો સ્ટેશન પર ઉપલબ્ધ રહેશે. વરિષ્ઠ નાગરિકો અને માન્ય વય પ્રમાણપત્ર ધરાવતા વિકલાંગ વ્યક્તિઓને મફત પ્રવેશ મળશે.
કયા રાજ્યો અને દેશો છે ફોકસમાં?
આ વખતે ટ્રેડ ફેરમાં બિહાર અને ઉત્તર પ્રદેશ ભાગીદાર રાજ્યો તરીકે ભાગ લઈ રહ્યા છે. જ્યારે ઝારખંડ મુખ્ય ફોકસવાળું રાજ્ય છે. આ ઉપરાંત, 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને 49 કેન્દ્રીય મંત્રાલયો, કોમોડિટી બોર્ડ, જાહેર ક્ષેત્રની કંપનીઓ, બેંકો અને સરકારી વિભાગો પણ હાજર છે. જયારે ખાનગી ક્ષેત્રની ટાઇટન, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, JSW સ્ટીલ, રિલેક્સો, હોકિન્સ અને વુડલેન્ડ જેવી કંપનીઓ પણ તેમાં ભાગ લઈ રહી છે. આ ફેરમાં 11 દેશો ચીન, ઈજિપ્ત, ઈરાન, દક્ષિણ કોરિયા, સ્વીડન, થાઈલેન્ડ, તુર્કિયે, ટ્યુનિશિયા, લેબેનોન, કિર્ગિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) પણ ભાગ લઈ રહ્યા છે.
આ પણ વાંચો: બાપ રે.. રોજની રૂ. 60 કરોડની થઇ રહી છે છેતરપિંડી! સાયબર ફ્રોડથી બચવા TRAIએ કર્યા એલર્ટ
IITF-2024ના કામકાજના દિવસો 14-18 નવેમ્બરના રહેશે. સામાન્ય મુલાકાતીઓ માટે મેળો 19 થી 27 નવેમ્બર 2024 દરમિયાન યોજાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.