ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનને લઈ મોટા સમાચાર, હવે કયા મુદ્દે કવાયત તેજ

નિયુક્તિ / ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનને લઈ મોટા સમાચાર, હવે કયા મુદ્દે કવાયત તેજ

Published By: Vishal Khamar

Last Updated: 06:36 PM, 19 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે સંગઠન નિયુક્તિની કવાયત તેજ કરી છે. જિલ્લા અને શહેર ભાજપ સંગઠનોમાં નિયુક્તિનો ધમધમાટ શરૂ થયો છે. બાકી રહેલા પ્રદેશ માળખા અંગે પણ કવાયત તેજ કરાઈ છે.

ADVERTISEMENT

ગુજરાત ભાજપ સંગઠનને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લા અને શહેર ભાજપ સંગઠનની બાકી રહેલ નિયુક્તિઓ અંગે કવાયત શરૂ કરી છે. તબક્કાવાર બાકી રહેલા જિલ્લાઓ અને શહેરનું માળખું તૈયાર કરાઈ રહ્યું છે.

જિલ્લાના બાકી નિયુક્તિઓ થશે ટુંક સમયમાં જાહેર

જિલ્લા અને શહેર જિલ્લાની બાકી નિયુક્તિઓ ટૂંક સમયમાં જાહેર થશે. છેલ્લા 1 અઠવાડિયાથી જિલ્લા શહેર ભાજપની નિયુક્તિઓ અંગે બેઠકો થઈ રહી છે. પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી દ્વારા જિલ્લા અને શહેરના હોદ્દેદારો સાથે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે. જિલ્લા અને શહેર સાથે બાકી રહેલ પ્રદેશ માળખા અંગે પણ કવાયત તેજ કરાઈ છે. પ્રદેશ માળખામાં જ્ઞાતિગત અને વિસ્તારગત સમીકરણને ધ્યાને રાખીને કવાયત કરાઈ રહી છે.

CM Bhupendra Patel Delhi : ગાંઘીનગરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આ મહિનામાં લગભગ બીજી વાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જઈ રહ્યા છે. વાસ્તવમાં અગાઉ CM ભૂપેન્દ્ર પટેલ, Dy.CM હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ 13 ડિસેમ્બરે સાંજે દિલ્હી ગયા હતા. જોકે હવે ફરી એકવાર CM દિલ્હી જઈ રહ્યા હોય અનેક અટકળોને વેગ મળ્યો છે. આ તરફ સામે આવ્યું છે કે, CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં પોતાના પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા છે. જોકે આ કાર્યક્રમની વચ્ચે તેઓ અમિત શાહ અને ભાજપના નવા અધ્યક્ષને પણ મળી શકે છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માએ શપથગ્રહણ કર્યા બાદ હવે ટૂંક સમયમાં સંગઠનાત્મક ફેરફારો જોવા મળી શકે છે. આ તરફ અગાઉ CM, Dy.CM અને પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જ્યારે દિલ્હી ગયા હતઆ ત્યારે પણ સંગઠનાત્મક ફેરફારોનો મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. જોકે હવે ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફરી એકવાર દિલ્લી મુલાકાતે જઈ રહ્યા છે ત્યારે આ વાતને વધુ વેગ મળ્યો છે.

જાણો CM ભૂપેન્દ્ર પટેલ કેમ જઈ રહ્યા છે દિલ્હી ?

વિગતો મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્લીમાં પૂર્વનિર્ધારિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. મુખ્યમંત્રી દિલ્લીમાં યોજાનારા ક્રેડાઈ (CREDAI)ના કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે, જ્યાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો સાથે ચર્ચા થવાની સંભાવના છે. આ કાર્યક્રમ દરમિયાન વિકાસ અને રોકાણને લઈને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

આ પણ વાંચો : લો બોલો, શિકારની શોધમાં નીકળેલા વનરાજા ગલૂડિયાં સાથે ગમ્મત કરવા લાગ્યાં, CCTVમાં કેદ અદભુત દ્રશ્ય

અમિત શાહ અને નવા પ્રદેશ અધ્યક્ષને મળશે ?

આ તરફ હવે એક ચર્ચા એવી છે કે, પોતાના દિલ્લી પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત પક્ષના વરિષ્ઠ આગેવાનો સાથે બેઠક થઈ છે. શક્યતા છે. આ બેઠકમાં સંગઠનાત્મક તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થવાની ધારણા છે. જોકે હજી સુધી આ અંગે કોઇ ચોક્કસ માહિતી સામે આવી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gandhinagar Samachar State President Jagdish Panchal

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ