ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / અન્ય જિલ્લા / લો બોલો, શિકારની શોધમાં નીકળેલા વનરાજા ગલૂડિયાં સાથે ગમ્મત કરવા લાગ્યાં, CCTVમાં કેદ અદભુત દ્રશ્ય

અકલ્પનીય / લો બોલો, શિકારની શોધમાં નીકળેલા વનરાજા ગલૂડિયાં સાથે ગમ્મત કરવા લાગ્યાં, CCTVમાં કેદ અદભુત દ્રશ્ય

Published By: Priykant Shrimali

Last Updated: 12:45 PM, 19 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajula Lion Video : ગામમાં 3 સિંહબાળ શ્વાનના બચ્ચા સાથે રમત રમતા જોવા મળ્યા તો અન્ય એક કેમેરામાં કેદ થયા દીપડાના આંટાફેરા, જુઓ અહીં Viral Video

ADVERTISEMENT

Rajula Lion Video : ગુજરાતમાં ફરી એકવાર સિંહ અને દીપડાના આંટાફેરાનો વીડિયો સામે આવ્યો છે. વાસ્તવમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં અવારનવાર સિંહ દેખાતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. જોકે આ વખતે તો જાણે સિંહ શિકારની શોધમાં આવ્યા અને મિત્રતા કરી બેઠાં હોય તેવો ઘાટ ઘડાયો છે. વિગતો મુજબ આ વખતે સિંહબાળ અને શ્વાનના બચ્ચા વચ્ચેના અનોખા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

કોવાયા ગામમાં ત્રણ સિંહબાળ એક શ્વાનના બચ્ચા સાથે રમતા નજરે પડ્યા હતા. આ દ્રશ્યો ગામમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા હતા. વીડિયોમાં જોવા મળે છે કે, ડરેલું શ્વાનનું બચ્ચું સિંહબાળોથી દૂર ભાગવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ કૂતુહલજનક વાત એ હતી કે, સિંહબાળોએ તેને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું નહોતું. તેઓ માત્ર રમતમાં મસ્ત દેખાતા હતા.આ સિવાય કોવાયા પટાંગણ વિસ્તારમાં એક સિંહ ગામમાં પ્રવેશ કરીને થોડો સમય આંટાફેરા કર્યા બાદ પાછો ફર્યો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો : બંને તરફ ખોદકામથી સુરતની શિવ રેસિડેન્સીના રહીશો ભયજનક સ્થિતિમાં, બિલ્ડર સવાલના ઘેરામાં

ગામના મનમંદિર નજીક દીપડો પણ દેખાયો

આ સાથે ગામના મનમંદિર નજીક દીપડો પણ ફરતો દેખાયો હતો, જેનો વીડિયો પણ CCTVમાં કેદ થયો છે. એક જ વિસ્તારમાં સિંહ અને દીપડાના આંટાફેરા વધી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajula Lion Video dog Leopard

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ