બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / બંને તરફ ખોદકામથી સુરતની શિવ રેસિડેન્સીના રહીશો ભયજનક સ્થિતિમાં, બિલ્ડર સવાલના ઘેરામાં

કંઇ થયું તો / બંને તરફ ખોદકામથી સુરતની શિવ રેસિડેન્સીના રહીશો ભયજનક સ્થિતિમાં, બિલ્ડર સવાલના ઘેરામાં

Priykant Shrimali

Last Updated: 12:22 PM, 19 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News : શિવ રેસિડેન્સીના રહીશો ભય હેઠળ, ટાવરની બંને બાજુ ટાપુ જેવી સ્થિતિ, અહીં એક જ ક્લિકમાં જાણો શું છે સમગ્ર મામલો ?

Surat News : ડાયમંડ સિટી સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસ્તવમાં સુરત શહેરના શિવ રેસિડેન્સીમાં રહેતા લોકો હાલ ગંભીર ભયની સ્થિતિમાં જીવવા બન્યા છે. વિગતો મુજબ આ શિવ રેસિડેન્સીના ટાવરની બંને બાજુ મોટા પ્રમાણમાં ખોદકામ કરવામાં આવતા આ આખોય વિસ્તાર ટાપુ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. એક બાજુ ઊંડી ખાઈ તો બીજી બાજુ કુવા જેવી ખોદકામ હોવાથી રહેવાસીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે. અગાઉ જ્યારે અહીં પાણી માટે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે જમીન પોલી થઈ જતાં શિવ રેસિડેન્સીની કમ્પાઉન્ડ વોલ ધસી પડી હતી.

શું કહી રહ્યા છે સ્થાનિકો ?

આ મામલે સ્થાનિકો કહી રહ્યા છે કે, આટલું જોખમી ખોદકામ છતાં કોઈ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા જોવા મળતી નથી. ડ્રોનના દૃશ્યોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, શિવ રેસિડેન્સી આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે ખોદકામથી ઘેરાયેલો છે, જેના કારણે રહેવાસીઓ પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે.

તંત્ર સામે અનેક સવાલો

આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, બિલ્ડરને આ પ્રકારના બાંધકામ માટે મંજૂરી કેવી રીતે મળી? શું મંજૂરી આપતા પહેલા સંબંધિત અધિકારીઓએ સ્થળ પર તપાસ કરી હતી કે નહીં? સ્થાનિક લોકોનું કહેવું છે કે, જો સમયસર યોગ્ય તપાસ થઈ હોત, તો આ સ્થિતિ સર્જાત જ નહીં. દુર્ઘટના બન્યા બાદ જ તંત્ર હરકતમાં આવ્યું છે અને રાત-દિવસ કામ ચાલી રહ્યું છે. પરંતુ સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, જો પહેલા જ યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોત, તો આજે ભયની લાગણી ન ફેલાત.

આ પણ વાંચો : આજે અમદાવાદમાં T20 મેચને કારણે આટલા રસ્તાઓ બંધ, જાણો કયા રસ્તેથી જઈ શકાશે

અગાઉ શું થયું હતું ?

અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે શિવ રેસિડેન્સીની બાજુમાં ચાલી રહેલા પ્રોજેક્ટમાં ત્રણ લેયરનું બેઝમેન્ટ બનાવવા માટે સતત ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. સ્થાનિકોએ કહ્યું કે, માત્ર 15 ફૂટ પર પાણી આવી ગયું હોવા છતાં બિલ્ડર દ્વારા કામ અટકાવવામાં આવ્યું નહોતું જેના કારણે જમીન અંદરથી પોલી થઈ ગઈ હતી. પરિણામે, ડી-વોલમાં ભંગાણ પડતા શિવ રેસિડેન્સીની કમ્પાઉન્ડ વોલ ધસી પડી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Excavation Shiv Residency Surat
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ