ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / State health workers strike remained unchanged on the fourth day

ગાંધીનગર / રાજ્યના આરોગ્યકર્મીઓ હડતાળ ચોથા દિવસે યથાવત, દર્દીઓની સેવા ચાલુ પણ સરકારને રિપોર્ટિંગ બંધ

Published By: Ravi

Last Updated: 02:37 PM, 2 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પડતર માંગણીઓના મુદ્દે હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓએ ચોથા દિવસે આંદોલન ચાલુ રાખીને જુદી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે. 13 પડતર શરતોના મુદ્દે હવે આરોગ્ય કર્મીઓ તમામ કામગીરી કરશે પણ તેના અધિકારીઓને રિપોર્ટિંગથી અળગા રહેશે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળના આદેશ મુજબ અમદાવાદ સહિત રાજ્યભરના ફીમેલ હેલ્થ વર્કર, તથા ફાર્માસિસ્ટ આરોગ્યના તમામ કર્મચારીઓ પોતાની તમામ ફરજો બજાવશે  પરંતુ તમામ કામગીરીનું રિપોર્ટિંગ જે તે જિલ્લા કક્ષાએ કરવાથી અળગા રહેશે .

ADVERTISEMENT

  • રાજ્યના આરોગ્યકર્મીઓ હડતાળ ચોથા દિવસે યથાવત
  • આરોગ્ય કર્મચારીઓની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો 9 ડિસેમ્બર સોમવારના રોજ ફરી વિરોધ કાર્યક્રમો ઘડવામાં આવશે

પડતર માંગણીઓના મુદ્દે હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓનો ચોથો દિવસ

જેના કારણે સરકરની તમામ યોજનાઓ અને પ્રોગ્રામો અંગેની માહિતી અપડેટ થશે નહીં એટલુંજ નહીં આજથી શરૂ થનારા ઈન્દ્રધનુષ મિશન માટે ઇન્ડસ્ટ્રીયલ એરિયા, વાડી વિસ્તારો, કારખાનાઓના મજૂરોના બાળકો અને સગર્ભા બહેનોનું રસીકરણ અને તપાસ ખાસ ઝુંબેશ તરીકે કરવામાં આવશે, પણ રિપોર્ટિંગ નહીં થાય.

આરોગ્ય કર્મચારીઓની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો 9 ડિસેમ્બર સોમવારના રોજ ફરી વિરોધ કાર્યક્રમો ઘડવામાં આવશે. સરકારની અનેક યોજનાઓનું કામ અત્યારે ખોરંભે પડ્યું છે અનેક આરોગ્યલક્ષી યોજનાઓ ખોરંભે પડતા લાભાર્થીઓને તેનો ભોગ બનવું પડશે ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર દ્વારા 10 જેટલાં મુદ્દે કેન્દ્ર સરકારમાં દરરોજ રિપોર્ટિંગ કરવામાં આવે છે જે છેલ્લા ચાર દિવસથી બંધ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar news Health Health Department gandhinagar strike gandhinagar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ