એલર્ટ / SBIએ તેના કરોડો ગ્રાહકોને કર્યા એલર્ટ, જો તમારા પૈસા સુરક્ષિત રાખવા હોય તો તરત આ 4 કામ કરી લો

state bank of india alert to customers to aware with instant loan app

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના કરોડો ગ્રાહકોને અલર્ટ કર્યા છે. એસબીઆઈએ કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવાની અપીલ કરી છે. આવું કરવાથી તમે તમારી મહેનતનથી કમાણીથી હાથ ધોઈ શકો છો. આ ઉપરાંત બેંકે કહ્યું કે ઇન્સ્ટન્ટ લોન આપનારી એપથી પણ સાવધાન રહો. બેંક તરફથી ગ્રાહકો માટે સેફ્ટી ટિપ્સ પણ આપવામાં આવી છે. બેંકે ગ્રાહકોને કહ્યું છે કે કોઈપણ એપના ચક્કરમાં પડવું નહીં. તેનાથી ભારે આર્થિક નુકસાન થઈ શકે છે. નોંધનીય છે કે આવી એપ લોકોને મિનિટોમાં લોન આપવાના બહાને પોતાના ચક્કરમાં ફસાવી લે છે અને તેમને ઊંચા દરો પર લોન આપે છે. આ એપ લગભગ 35 ટકાના દર પર લોન આપે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ