ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / start dairy product business only 5 lakhs rs and earn 70000 per month how to start dairy business pm mudra loan yojana

કમાણી / દર મહિને 70 હજારની કમાણી કરવી હોય તો આજથી જ આ કામની શરૂઆત કરી દો, સરકાર પણ કરે છે મદદ

Published By: Noor

Last Updated: 12:55 PM, 7 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં અનેક એવા વ્યવસાય છે જેમાં ઓછાં પૈસા લગાવીને સારો નફો મેળવી શકાય છે. તેમાંથી જ એક છે ડેરી પ્રોડક્ટ્સનો બિઝનેસ.

ADVERTISEMENT

  • આ બિઝનેસમાં લગાવો પાંચ લાખ રૂપિયા
  • દર મહિને 70 હજારની કમાણી થશે
  • કેન્દ્ર સરકાર પણ કરે છે મદદ

ડેરી પ્રોડક્ટ્સ એવો સામાન છે જેનો ઉપયોગ લોકો રોજબરોજના જીવનમાં કરતા હોય છે. આ બિઝનેસમાં નુકસાન થવાનો ભય રહેતો નથી, કારણ કે લોકો ગમે તેમ કરીને પોતાની રોજિંદી જરૂરિયાત તો પૂરી કરે જ છે, તેમાંથી જ એક છે ડેરી પ્રોડક્ટ્સ. તમે ડેરી પ્રોડક્ટ્સના બિઝનેસમાં માત્ર 5 લાખ રૂપિયાનું રોકાણ કરી દર મહિને 70 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો. આ બિઝનેસને શરુ કરવા માટે કેન્દ્ર સરકાર પણ મદદ કરી રહી છે. જો તમે પણ આ બિઝનેસને શરૂ કરવા માંગો છો તો પહેલા તેનું પ્લાનિંગ કરો. 

મુદ્રા લોન યોજના હેઠળ મળશે લોન

કોઈપણ બિઝનેસને શરૂ કરવા માટે સૌથી પહેલા નાણાંની જરૂર હોય છે. તેના માટે ગભરાવવાની જરૂર નથી, મોદી સરકારની પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાથી રોકાણની વ્યવસ્થા આરામથી કરી શકાય છે. આ બિઝનેસ માટે સરકાર તમને પૈસાની સાથે પ્રોજેક્ટ વિશે પૂરી જાણકારી પણ આપે છે જેથી તમે આરામથી બિઝનેસ શરૂ કરી શકો છો. 

કુલ રોકાણની 70 ટકા મળશે લોન

હવે તમે ડેરી પ્રોડક્ટસનો બિઝનેસ શરૂ કરશો તો સરકારની મુદ્રા લોનથી કુલ ખર્ચના 70 ટકા બેંકથી લોન રૂપે મળી શકે છે.

5 લાખ રૂપિયાનું રોકાણ જાતે કરવાનું રહેશે

પ્રોજેક્ટ પ્રોફાઇલ મુજબ, આ બિઝનેસનો પ્રોજેક્ટ લગભગ 16 લાખ 50 હજાર રૂપિયા સુધી તૈયાર કરવામાં આવી શકે છે. તેમાં તમારે માત્ર 5 લાખ રૂપિયાનું જાતે રોકાણ કરવાનું રહેશે.

આ રીતે હશે પ્રોજેક્ટ

જો પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના પ્રોજેક્ટ મુજબ જોવા જઈએ તો આ બિઝનેસમાં વર્ષમાં 75 હજાર લીટર ફ્લેવર્ડ મિલ્કનો બિઝનેસ થઈ શકે છે. આ ઉપરાંત 36 હજાર લીટર દહીં, 90 હજાર લીટર બટર અને 4500 કિલોગ્રામ ઘી બનાવીને પણ વેચી શકાય છે. તે હિસાબથી લગભગ 82 લાખ 50 હજાર રૂપિયાનો ટર્નઓવર થઈ જશે. જેમાં લગભગ 74 લાખ રૂપિયાનું કોસ્ટિંગ હશે જ્યારે 14 ટકા વ્યાજ કાઢ્યા બાદ પણ તમને લગભગ 8 લાખ રૂપિયાની આવક થઈ શકે છે.

આટલી જગ્યાની જરૂર પડશે

આ બિઝનેસ શરૂ કરવા માટે 1000 સ્કેવર ફુટ જગ્યાની જરૂર પડશે. જેમાં 500 સ્કવેર ફુટની જગ્યા પ્રોસેસિંગ એરિયામાં, 150 સ્કવેર ફુટમાં રેફ્રિજરેશન રુમ, 150 સ્કવેર ફુટમાં વોશિંગ એરિયા, 100 સ્કવેર ફુટમાં ઓફિસ, ટોઇલેટ તથા બીજી સુવિધાઓ માટે જરૂર પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

dairy business income pm mudra loan yojana Income

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ