બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
શ્રીલંકા તેની આઝાદી બાદ સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ છે ત્યારે સામાન્ય લોકો માટે જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓ ખુબ મોંઘી બની છે. આ વચ્ચે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ ફરી ઇમરજન્સી લાગૂ કરી દીધી છે. આ પહેલા પણ શ્રીલંકામાં આર્થિક સંકટના કારણે જ ઇમરજન્સી લગાવવામાં આવ્યું હતું. ત્યારે ચાર એપ્રિલે દેશમાં ઇમરજન્સી લગાવી દેવાઈ હતી.
A state of emergency will be declared by the President (of Sri Lanka, Gotabaya Rajapaksa) with effect from midnight today, reports Sri Lanka's DailyMirror citing President's Media Division#SriLankaEconomicCrisis
— ANI (@ANI) May 6, 2022
ADVERTISEMENT
આ સમયે શ્રીલંકા માત્ર આર્થિક સંકટ સામે નથી જજૂમી રહ્યું, ત્યાં રાજકીય અસ્થિરતા પણ જોવા મળી રહી છે. ગત દિવસોમાં વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રપતિ રહેતા તેમના તરફથી પોતાના કર્તવ્યોનું યોગ્ય રીતે નિર્વાહન ન કરવામાં આવ્યું.
ADVERTISEMENT
શ્રીલંકામાં 30 રૂપિયાનું ઇંડુ અને 380 રૂપિયાના બટાકા
હવે જે આરોપ રાષ્ટ્રપતિ પર લાગી રહ્યા છે તેનું મુખ્ય કારણ છે કે શ્રીલંકાની તળીયે બેસી ગયેલી અર્થવ્યવસ્થા અને વધતી મોંઘવારી છે. શ્રીલંકામાં હાલ સ્થિતિ ખુબ જ ગંભીર વર્તાય રહી છે. ખરાબ પરિસ્થિતિનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે ત્યાં 30 રૂપિયાનું ઇંડુ અને 380 રૂપિયાના બટાકા મળી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલની ભારે તંગી જોવા મળી રહી છે અને ખાવાના સામાન માટે પણ લાંબી લાઇનો લાગી રહી છે. આ સિવાય ખોટી નીતિયોના કારણે શ્રીલંકા ભારે દેવામાં ડૂબી ચૂક્યું છે. એટલું દેવુ કે તેને ચુકવવા માટે પણ દેવું લેવું પડશે. તેના કારણે શ્રીલંકા આઝાદી બાદથી પોતાનું સૌથી ખરાબ સમય જોઇ રહ્યું છે. સાથે શ્રીંલંકાના રૂપિયા મુલ્ય પણ ઘટ્યુ છે. લોકો પોતાનુ સોનુ વેચવા મજબૂર બન્યા છે. આપને જણાવી દઈયે કે, શ્રીલંકામાં દિવસ દરમિયાન 13 કલાક વીજળીનો પણ કાપ મુકવામાં આવે છે.
ADVERTISEMENT
આર્થિક સંકટ વચ્ચે ગત મહિને ભારતે કરી હતી મદદ
શ્રીલંકામાં ભયકંર આર્થિક કટોકટી ચાલી રહી છે. ખાદ્ય વસ્તુઓ સહિતના ભાવો આસમાને પહોંચ્યા. જેમાં દવાઓ અને ક્રુડ ઓઈલની જોરદાર અછતનો પણ સામનો કરી રહ્યુ છે. એવામાં ભારતે અનેકવાર શ્રીલંકાને મદદ કરી રાહત પહોંચાડી છે. ભારતે શ્રીલંકામાં અગાઉ 2.70 લાખ મેટ્રીક ટન ક્રુડની સપ્લાઈ કરી હતી. ગત મહિને ફરી વખત 40 હજાર મેટ્રીક ટનની સપ્લાઈ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.