ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / અમદાવાદમાં ફાઇનલ, તો અહીં ખેલાશે પાકિસ્તાન મેચ! T20 World Cup 2026નો પ્લાન લીક?

સ્પોર્ટ્સ / અમદાવાદમાં ફાઇનલ, તો અહીં ખેલાશે પાકિસ્તાન મેચ! T20 World Cup 2026નો પ્લાન લીક?

Published By: Priykant Shrimali

Last Updated: 05:17 PM, 6 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 World Cup 2026 : BCCI એ નક્કી કર્યું છે કે, આ વખતે વર્લ્ડ કપની મેચો ફક્ત પસંદગીના શહેરોમાં જ યોજાશે. દરેક સ્થળે ઓછામાં ઓછી છ મેચો યોજાવાની સંભાવના છે, જાણો અહીં તમામ વિગતો

ADVERTISEMENT

T20 World Cup 2026 : ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે 2026નો ICC T20 વર્લ્ડ કપ આયોજિત કરશે. તાજેતરમાં બહાર આવેલી માહિતી અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સમક્ષ આ મહાકુંભ માટેનો કામચલાઉ સમયપત્રક રજૂ કર્યો છે.

પાકિસ્તાનની મેચો શ્રીલંકામાં

એક મીડિયા અહેવાલ મુજબ પાકિસ્તાનની તમામ મેચો શ્રીલંકામાં યોજાશે, જ્યારે ટુર્નામેન્ટની બાકીની મેચો ભારતમાં રમાશે. આ નિર્ણય સુરક્ષા અને રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો છે.

પસંદગીના શહેરોમાં જ મેચો

BCCI એ નક્કી કર્યું છે કે, આ વખતે વર્લ્ડ કપની મેચો ફક્ત પસંદગીના શહેરોમાં જ યોજાશે. દરેક સ્થળે ઓછામાં ઓછી છ મેચો યોજાવાની સંભાવના છે.

ભારતમાં મેચો નીચેના મેદાનોમાં યોજાશે

  • અમદાવાદ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
  • દિલ્હી : અરુણ જેટલી સ્ટેડિયમ
  • કોલકાતા : ઈડન ગાર્ડન્સ
  • ચેન્નાઈ : ચિદમ્બરમ સ્ટેડિયમ
  • મુંબઈ : વાનખેડે સ્ટેડિયમ
  • શ્રીલંકામાં ત્રણ મેદાનો પસંદ કરવામાં આવશે, જોકે ચોક્કસ સ્થળોની જાહેરાત હજી બાકી છે.

બેંગલુરુ અને લખનૌ અંગે અસ્પષ્ટતા

BCCIના સૂત્રો મુજબ, બેંગલુરુ અને લખનૌને ટુર્નામેન્ટ માટે પસંદ કરવામાં આવશે કે નહીં તે અંગે હજી સ્પષ્ટતા નથી. ભારતીય બોર્ડે પહેલેથી જ નક્કી કર્યું છે કે, 2023ના ODI વર્લ્ડ કપમાં મેચ યોજનારા મેદાનોને આ વખતે પસંદ નહીં કરવામાં આવે.

આ પણ વાંચો : ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને આપ્યો 168 રનનો ટાર્ગેટ, કોને ફટકાર્યા સૌથી વધુ રન

જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે તો?

આ પ્રશ્ન પણ ચર્ચાનો વિષય બન્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ICCએ સ્પષ્ટ કરી દીધું છે કે, જો શ્રીલંકા સેમીફાઇનલમાં પહોંચે તો તેની મેચ કોલંબોમાં યોજાશે અને જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે તો ફાઇનલ કોઈ બીજા દેશમાં યોજાશે. પરંતુ હાલની સ્થિતિ મુજબ ફાઇનલનું આયોજન અમદાવાદમાં કરવાની શક્યતા સૌથી વધુ છે. BCCIએ સ્પષ્ટ કર્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની લીગ મેચ પૂર્વ કરાર મુજબ કોલંબોમાં યોજાશે જે ત્રીજા દેશમાં રમાવાની પરંપરા અનુસાર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Narendra Modi Stadium T20 World Cup 2026 20 World Cup 2026 plan leaked

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ