બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND VS AUS : રોહિત શર્માની ખાસ ક્લબમાં એન્ટ્રી, ગાંગુલીથી આગળ નીકળ્યો 'હિટમેન'
Last Updated: 12:58 PM, 23 October 2025
India vs Autralia ODI Series: રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં બીજી વનડે દરમિયાન થોડો ફોર્મમાં દેખાયો હતો. તેણે ધીમી પણ પ્રભાવશાળી ઇનિંગ્સ રમી હતી. શુભમન ગિલ અને વિરાટ કોહલીની વિકેટ પડ્યા પછી રોહિતે ધીમી બેટિંગથી શરૂઆત કરી હતી. પરંતુ એકવાર તે સેટ થઈ ગયો, પછી તેણે ઘણા શાનદાર શોટ્સ રમ્યા હતા.
ADVERTISEMENT
આ મેચમાં રોહિતે 97 બોલમાં 73 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ ODI સીરિઝ શરૂ થાય તે પહેલાં 'હિટમેન' રોહિતને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીના રેકોર્ડ રન 11221 ને તોડવા માટે 54 રનની જરૂર હતી .
FIFTY!
— BCCI (@BCCI) October 23, 2025
After early jitters, Rohit Sharma gets going, brings up a fine half-century.
His 59th in ODIs 🔥
Live - https://t.co/q4oFmXx6kr #TeamIndia #AUSvIND #2ndODI | @ImRo45 pic.twitter.com/f90bJRSBSK
ADVERTISEMENT
પર્થમાં રમાયેલી પહેલી મેચમાં તે ફક્ત 8 રન બનાવી શક્યો. આમ, એડિલેડમાં ગાંગુલીને પાછળ છોડી દેવા માટે તેને 46 રનની જરૂર હતી. તેણે એડિલેડમાં સૌરવ ગાંગુલીનો રેકોર્ડ બ્રેક કર્યો છે. સચિન તેંડુલકર 463 વનડેમાં 18426 રન બનાવીને ભારતનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. વિરાટ કોહલી 304 મેચમાં 14181 રન બનાવીને બીજા ક્રમે છે. આ પછી રોહિત શર્મા હવે ત્રીજા ક્રમે છે તેણે 275 વનડેમાં 11249 રન બનાવ્યા છે. સૌરવ ગાંગુલીએ 308 મેચમાં 11221 રન બનાવ્યા છે. જ્યારે રાહુલ દ્રવિડે 340 વનડેમાં 10768 રન બનાવ્યા છે.

ADVERTISEMENT
આ મેચમાં રોહિતની આ 59મી અડધી સદી હતી. 74 બોલમાં ફટકારેલી આ તેની 2015 પછીની સૌથી ધીમી અડધી સદી હતી. રોહિતે આ મેચમાં બીજો રેકોર્ડ પણ બનાવ્યો. જે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 1,000 થી વધુ ODI રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો.
વધુ વાંચો: વિશ્વ વિખ્યાત T20 લીગ સ્થગિત કરવામાં આવી, આ કારણે બોર્ડે લીધો નિર્ણય
ADVERTISEMENT

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.