બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:58 AM, 23 October 2025
T20 વર્લ્ડ કપના કારણે પ્રખ્યાત T20 લીગનું આયોજન ટાળી દેવામાં આવ્યું છે. આ T20 લીગ આ વર્ષના અંતમાં યોજાવાની હતી પરંતુ હવે તેને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે. શ્રીલંકા ક્રિકેટ (SLC) એ જાહેરાત કરી છે કે લંકા પ્રીમિયર લીગ (LPL) 2025નું આ વર્ષે આયોજન નહીં થાય, જેવું પહેલા નક્કી કરવામાં આવ્યું હતું. બોર્ડે જણાવ્યું કે આ નિર્ણય આગામી T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપ 2026ની મેજબાની ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરશે.
ADVERTISEMENT
શ્રીલંકા ક્રિકેટ (SLC) એ ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરવા માટે લંકા પ્રીમિયર લીગ (LPL)ની 2025 સીઝન મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ક્રિકેટ બોર્ડે 22 ઓક્ટોબરના રોજ આ જાહેરાત કરી હતી. લંકા પ્રીમિયર લીગ 2025નું આયોજન મુલતવી રાખ્યા બાદ હવે ચાહકો આ વર્ષે આ લીગ જોઈ શકશે નહીં. ડિસેમ્બરમાં યોજાનારી લંકા પ્રીમિયર લીગ હવે અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે કારણ કે SLC T20 વર્લ્ડ કપ પહેલા ત્રણ આંતરરાષ્ટ્રીય મેચ વેન્યુને અપગ્રેડ કરવાનું વિચારી રહી છે.

ADVERTISEMENT
SLCએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે અગાઉથી તૈયારીની વ્યાપક જરૂરિયાત પર કાળજીપૂર્વક વિચાર કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. SLCએ કહ્યું કે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની માર્ગદર્શિકા અનુસાર, આગામી T20 વર્લ્ડ કપના આયોજન માટે તમામ મેજબાન વેન્યુ કોઈ પણ પ્રમુખ મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની જરૂરિયાતો પ્રમાણે સંપૂર્ણપણે તૈયાર સ્થિતિમાં હોવા જોઈએ. T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લેશે, તેથી ICCએ બધા વેન્યુ સંપૂર્ણપણે તૈયાર રાખવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. પરિણામે, શ્રીલંકા ક્રિકેટ હવે LPL કોઈ બીજી વિંડોમાં યોજવાનું પ્લાનિંગ કરી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: વિસ્ફોટક બેટરે બોલરના છોતરા કાઢ્યા, ઠોકી દીધી વર્લ્ડ કપના ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ સદી
ADVERTISEMENT
LPLની છેલ્લી બે સીઝન જુલાઈ-ઓગસ્ટમાં યોજાઈ હતી, પરંતુ આ વખતે બોર્ડે તેને નવેમ્બર-ડિસેમ્બરમાં રાખવાનું આયોજન કર્યું હતું. હવે તે મુલતવી રાખવામાં આવ્યું છે, અને નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ નિર્ણય સ્પષ્ટપણે દર્શાવે છે કે શ્રીલંકા ક્રિકેટનું સંપૂર્ણ ધ્યાન હવે 2026ના T20 વર્લ્ડ કપની તૈયારી પર કેન્દ્રિત રહેશે, જેથી યજમાનીમાં કોઈ કમી ન રહી જાય. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ સહિત ત્રણ આંતરરાષ્ટ્રીય સ્થળોએ નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું. જોકે, મહિલા વર્લ્ડ કપની 11 મેચોનું આયોજન કરવા માટે આ કામ અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.