ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વિસ્ફોટક બેટરે બોલરના છોતરા કાઢ્યા, ઠોકી દીધી વર્લ્ડ કપના ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ સદી

ક્રિકેટ / વિસ્ફોટક બેટરે બોલરના છોતરા કાઢ્યા, ઠોકી દીધી વર્લ્ડ કપના ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ સદી

Published By: Vidhata Gothi

Last Updated: 08:54 AM, 23 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket News: ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરે ઇંગ્લેન્ડ સામેની મેચમાં વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી. આ વિસ્ફોટક સદીએ ઓસ્ટ્રેલિયાને ઇંગ્લેન્ડને હરાવવામાં મદદ કરી.

ADVERTISEMENT

AUS vs ENG: ICC મહિલા વર્લ્ડ કપ 2025ની 23મી મેચ 22 ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવીને શાનદાર જીત મેળવી. આ મેચમાં સ્ટાર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનરે ઇતિહાસ રચી દીધો. તેણે મહિલા ODI વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારીને પોતાની ટીમ શાનદાર જીત અપાવી.

એશ્લે ગાર્ડનરે માત્ર 69 બોલમાં પોતાની સદી પૂરી કરી અને 16 ચોગ્ગા સહિત 104 રનની અણનમ ઇનિંગ રમી. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝની ડિએન્ડ્રા ડોટિનના નામે હતો, જેણે 2017માં પાકિસ્તાન સામે 71 બોલમાં સદી ફટકારી હતી. ગાર્ડનરે છઠ્ઠા નંબર પર બેટિંગ કરીને આ કમાલ કરી દીધી. છઠ્ઠા નંબર પર કે તેથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે મહિલા ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે છે. ગાર્ડનરે છઠ્ઠા નંબર પર કે તેથી નીચેના નંબર પર બેટિંગ કરીને ત્રણ સદી ફટકારી છે.

vtv app promotion

AUS vs ENG: ગાર્ડનર-સધરલેન્ડે પલટી નાખી મેચ

ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા, ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 9 વિકેટે 244 રન બનાવ્યા. ઓપનર ટેમી બ્યુમોન્ટે 105 બોલમાં 10 ચોગ્ગા ફટકારીને શાનદાર 78 રન બનાવ્યા. તેને એક છગ્ગો પણ માર્યો, જ્યારે એલિસ કેપ્સેએ 38 અને ચાર્લોટ ડીને 26 રન બનાવ્યા. ટાર્ગેટ ચેઝ કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત નબળી રહી, ટીમે 68 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી. જોકે, આ પછી એશ્લે ગાર્ડનર અને એનાબેલ સધરલેન્ડે બાજી સંભાળી. બંનેએ મળીને 180 રનની અતૂટ ભાગીદારી કરીને ટીમને 40.3 ઓવરમાં ટાર્ગેટ પર પહોંચાડી દીધી.

આ પણ વાંચો: પૂર્વ ક્રિકેટરને થયું સ્ટેજ 4 કેન્સર, જીવલેણ બીમારી વિશે જાણીને ફેન્સમાં વધી ચિંતા

ICC Womens World Cup 2025: ઓસ્ટ્રેલિયાનો વિજય રથ

ગાર્ડનરે મેચ વિનિંગ ફોર મારી, જયારે સધરલેન્ડ 98 રન બનાવીને અણનમ રહી. આ જોડીએ મેચ તો જીતાડી જ, સાથે જ ઇંગ્લેન્ડના બોલરોને પણ ધોઈ નાખ્યા. આ જીત સાથે, ઓસ્ટ્રેલિયા પોઇન્ટ ટેબલમાં સાઉથ આફ્રિકાને પાછળ છોડીને ફરી એક વાર ટોપ પર પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યું નથી. હવે ઓસ્ટ્રેલિયા પોતાની છેલ્લી લીગ મેચ સાઉથ આફ્રિકા સામે રમશે. 25 ઓક્ટોબરે ઇન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ રમાશે, જ્યાં ઓસ્ટ્રેલિયા પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ICC Womens World Cup 2025 Ashleigh Gardner AUS vs ENG

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ