ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / પૂર્વ ક્રિકેટરને થયું સ્ટેજ 4 કેન્સર, જીવલેણ બીમારી વિશે જાણીને ફેન્સમાં વધી ચિંતા

સ્પોર્ટ્સ / પૂર્વ ક્રિકેટરને થયું સ્ટેજ 4 કેન્સર, જીવલેણ બીમારી વિશે જાણીને ફેન્સમાં વધી ચિંતા

Published By: Vidhata Gothi

Last Updated: 08:01 AM, 23 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket News: પૂર્વ ક્રિકેટરને સ્ટેજ 4નું ફેફસાનું કેન્સર છે. હાલ તેની હાલત ખૂબ જ ખરાબ છે. ક્રિકેટરને મહિનાઓ સુધી પાંસળી અને સ્કેપુલામાં દુખાવો થયા બાદ કેન્સરનું નિદાન થયું.

ADVERTISEMENT

ક્રિકેટ જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઇંગ્લેન્ડની પૂર્વ મહિલા ક્રિકેટર સુસી વિલ્સન રોવે (Susie Wilson Rowe) ને ફેફસાના કેન્સરનું નિદાન થયું છે. તેમનું ફેફસાનું કેન્સર જીવલેણ છે. ઇંગ્લેન્ડ માટે 22 T20 ઇન્ટરનેશનલ અને એક વન ડે ઇન્ટરનેશનલ મેચ રમનાર સુસી વિલ્સન રોવેને તેને કેન્સર વિશે ત્યારે ખબર પડી જયારે તે ગર્ભવતી હતી. વિલ્સન રોવે ઇંગ્લેન્ડ અને સ્થાનિક ટીમ કેન્ટ માટે નિયમિત ક્રિકેટ પણ રમી. તેણે જણાવ્યું કે કેન્સરનો દુર્લભ પ્રકાર - જેને એક્સોન 20 કહેવામાં આવે છે - તેની કરોડરજ્જુ અને લિમ્ફ નોડ્સમાં ફેલાઈ ગયો છે.

38 વર્ષીય વિલ્સન રોવેને મહિનાઓ સુધી પાંસળી અને સ્કેપુલામાં દુખાવો થયા બાદ નિદાન થયું. શરૂઆતમાં આ દુઃખાવો સ્નાયુઓમાં ખેંચાણ કારણે થયો હોવાનું જણાવાયું હતું, પરંતુ વધુ તપાસમાં સામે આવ્યું કે તેના ડાબા ફેફસામાં ટ્યુમર છે. લંડન સ્પિરિટ માટે ધ હંડ્રેડની પ્રથમ આવૃત્તિમાં રમનાર વિલ્સન રોવે હાલમાં કિમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી કરાવી રહી છે. તેણે હવે બધાની સાથે પોતાની આપવીતી વ્યક્ત કરી છે, જેના કારણે તેનું કરિયર પણ ટૂંકુ રહ્યું.

vtv app promotion

એક નિવેદનમાં, વિલ્સન રોવેએ કહ્યું કે તે પોતાની વાર્તા શેર કરવા માંગતી હતી, જેથી 'બીજાને તેમના શરીરનો અવાજ સાંભળવા માટે પ્રોત્સાહિત કરી શકાય અને જયારે કંઈક ખોટું લાગે ત્યારે જવાબો શોધવા માટે પ્રેરિત કરી શકાય, કારણ કે સમયસર નિદાન થવાથી ઘણો ફરક પડી શકે છે.'

આ પણ વાંચો: VIDEO : ભારતીય ટીમે ઉજવ્યો દિવાળીનો તહેવાર, ક્રિકેટરો આ ખાસ જગ્યાએ સેલિબ્રેટ કર્યો તહેવાર

દરમિયાન, કેન્ટે કહ્યું, 'સુસીએ એક ખેલાડી, કોચ, મેન્ટર અને મિત્ર તરીકે ક્રિકેટને ઘણું બધું આપ્યું છે; પોતાની તાકાત, દયા અને અથાક પ્રયત્નોથી અસંખ્ય અન્ય લોકોને પ્રેરણા આપી છે.' સુસી અને જેનિફર વિલ્સનના દીકરા જેકનો જન્મ આ વર્ષે માર્ચમાં થયો હતો. જેનિફર ત્રણ વખતની ઓલિમ્પિક હોકી ખેલાડી છે અને હવે દક્ષિણ લંડનના ડુલવિચમાં એક સ્કુલમાં કામ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

England Women Cricket Team Susie Wilson Rowe Lung Cancer

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ