ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારત ઈંગ્લેન્ડ મેચમાં વાયરલ થઈ ગઈ નાનકડી છોકરી, ક્રિકેટ ચાહકો થઈ ગયા ખુશખુશાલ

IND vs ENG / ભારત ઈંગ્લેન્ડ મેચમાં વાયરલ થઈ ગઈ નાનકડી છોકરી, ક્રિકેટ ચાહકો થઈ ગયા ખુશખુશાલ

Published By: Vidhata Gothi

Last Updated: 09:30 AM, 22 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs England Leeds Test Match: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ મેચમાં એક સુંદર બાળકી જોવા મળી, જેણે સોશિયલ મીડિયા પર ચાહકોના દિલ જીતી લીધા છે.

ADVERTISEMENT

Little Fan In Ind vs Eng Match: લીડ્સમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન, ટીવી સ્ક્રીન પર એક નાની બાળકી દેખાઈ. મેચમાં તે સુંદર બાળકી દેખાતાની સાથે જ કોમેન્ટેટર્સે તેના વિશે પણ વાત કરવાનું શરૂ કરી દીધું. આ સુંદર બાળકી લગભગ એક વર્ષની હોય એવું લાગે છે. મેચમાં આવ્યા પછી, આ નાની બાળકી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર 'ક્યૂટ ગર્લ' વાયરલ

ભારત-ઇંગ્લેન્ડ મેચમાં વાયરલ થયેલી આ સુંદર બાળકીએ ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. આ બાળકીને નાનકડી ક્રિકેટ ચાહક કહેવામાં આવી રહી છે. આ સુંદર બાળકી જે રીતે ખૂબ પ્રેમથી મેચ જોઈ રહી છે, તે જોઈને લાગે છે કે તે મેચનો આનંદ માણી રહી છે. આ બાળકી એક મહિલાના ખોળામાં બેસીને મેચ જોતી જોવા મળી હતી.

Vtv App Promotion

હેડફોન પહેરેલી વાયરલ બેબી ગર્લ

લીડ્સ મેચમાં જોવા મળેલી આ બેબી ગર્લે સફેદ રંગનું ફ્રોક પહેર્યું હતું અને તેના કાનમાં હેડફોન હતા. આ હેડફોન બહારના અવાજને રોકવા માટે છે, તેને નોઈઝ કેન્સલેશન હેડફોન કહેવામાં આવે છે. આ હેડફોન બાળકોના કાનને સુરક્ષિત રાખવા માટે કામ કરે છે. હેડફોન લગાવીને આ બાળકી વધુ સુંદર દેખાતી હતી.

આ પણ વાંચો: કેપ્ટન બનતાં જ ગિલ માથે લાગી કાળી ટીલી! ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટમાં બન્યું 'શરમજનક', ચાહકોમાં ઉદાસી

ભારત-ઇંગ્લેન્ડ લીડ્સ ટેસ્ટ મેચ

લીડ્સ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરતા 471 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને રિષભ પંતે સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડની ટીમ જ્યારે બેટિંગ કરવા આવી ત્યારે પહેલી વિકેટ વહેલી પડી ગઈ હતી, પરંતુ ઓલી પોપ અને બેન ડકેટે ઇનિંગ્સ સંભાળી હતી. 40 ઓવર પછી, ઇંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાને 165 રન સુધી પહોંચી ગયો છે. ઇંગ્લેન્ડની ટીમ હજુ પણ 306 રન પાછળ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Little Fan In Ind vs Eng Match India vs England Leeds Test Match IND vs ENG

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ