બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IND vs WI: વેસ્ટ ઈન્ડિઝનું જબરદસ્ત કમબેક, હાર ટાળવા 97 રન બચ્યા, ટીમ ભારતનું ટેન્શન હાઈ
Last Updated: 05:48 PM, 12 October 2025
અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાઈ રહેલા બીજા ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે વેસ્ટઇન્ડીઝે 2 વિકેટના નુકસાને 173 રન બનાવ્યા. ભારતીય ટીમે વેસ્ટઇન્ડીઝની પ્રથમ ઇનિંગ 248 રન પર જ આઉટ સમેટી હતી. જેના કારણે કેરેબિયન ટીમને ફોલો-ઓન રમવું પડ્યું. હવે વેસ્ટઇન્ડીઝને જીત માટે 97 રનની જરૂર છે, જ્યારે ભારતને ઇનિંગ્સની જીતની તક મળી શકે છે. કેમ્પબેલ 87 અને શેય હોપ66 રન સાથે ક્રીઝ પર અણનમછે, અને તેમની વચ્ચે 138 રનની ભાગીદારી થઈ ચૂકી છે, જે મેચને રોમાંચક બનાવી રહી છે.
ADVERTISEMENT
That’s stumps on Day 3️⃣!
— BCCI (@BCCI) October 12, 2025
A wicket each for Mohd. Siraj and Washington Sundar 👍
West Indies trail #TeamIndia by 9️⃣7️⃣ runs (f/o)
Scorecard ▶️ https://t.co/GYLslRzj4G#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/UVnrWKJ3Zb
𝙄𝙣𝙣𝙞𝙣𝙜𝙨 𝘽𝙧𝙚𝙖𝙠!
— BCCI (@BCCI) October 12, 2025
5⃣ wickets for Kuldeep Yadav
3⃣ wickets for Ravindra Jadeja
1⃣ wicket each for Mohd. Siraj and Jasprit Bumrah #TeamIndia lead by 270 runs and have enforced the follow-on 👍
Scorecard ▶ https://t.co/GYLslRzj4G#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/qEIjD4t2OT
ADVERTISEMENT
5⃣-fer x 5⃣ times
— BCCI (@BCCI) October 12, 2025
Kuldeep Yadav gets his fifth five-wicket haul in Tests! 👏
A wonderful performance from him yet again 🔝
Updates ▶ https://t.co/GYLslRzj4G#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @imkuldeep18 pic.twitter.com/BUhPgnIVt6
ત્રીજા દિવસની શરૂઆત વેસ્ટઇન્ડીઝે 140/4થી કરી, પરંતુ તેઓ 108 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી. કોઈપણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહીં, જેના કારણે તેમની પ્રથમ ઇનિંગ 270 રનથી પાછળ રહી ગઈ હતી . ભારત માટે પ્રથમ ઇનિંગમાં કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપીને મેચનું રૂપ બદલી નાખ્યું. વોશિંગ્ટન સુંદર અને મોહમ્મદ સિરાજે પણ મેદાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. અમદાવાદ ટેસ્ટમાં ભારતે પહેલેથી જ ઇનિંગ્સ અને 140 રનથી જીત મેળવી છે, જે આ સિરીઝમાં તેમની વર્ચસ્વને દર્શાવે છે.
ADVERTISEMENT

બીજી ઇનિંગમાં વેસ્ટઇન્ડીઝની શરૂઆત સારી નહોતી, જ્યારે 35 રન પર 2 વિકેટ ગુમાવી દીધી. ભારતીય ટીમને જીતની આશા દેખાવ લાગી, પરંતુ કેમ્પબેલ અને હોપની પાર્ટનરશીપએ મેચના પાસાના બદલી નાખ્યા. કેમ્પબેલ, જેમણે 87 રન સાથે શતકની નજીક પહોંચી ગયા છે, તેમણે આક્રમક રમત રમીને ભારતીય બોલરોને પરેશાન કર્યા. હોપે 66 રનની મજબૂત ઇનિંગ રમીને ટીમને મેચમાં જીવંત રાખી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગાઝા શાંતિ યોજના માટે PM મોદીને આમંત્રણ, દુનિયાના સૌથી પાવરફૂલ નેતાને મળી શકે
તેમની 138 રનની ભાગીદારીએ વેસ્ટઇન્ડીઝને કમબેક આપ્યો. ભારત માટે બીજી ઇનિંગમાં વોશિંગ્ટન સુંદર અને મોહમ્મદ સિરાજે એક-એક વિકેટ લીધી. જો ચોથા દિવસે ભારત આ બંનેને ઝડપી લે, તો ઇનિંગ્સની જીત અને સિરીઝ 2-0થી આગળ વધી જશે. કુલદીપ અને જાડેજા જેવા સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.