બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:21 AM, 7 September 2025
એશિયા કપ 2025ની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થઈ રહી છે. આ પહેલા ભારતીય ટીમ યુએઈમાં જોરદાર પ્રેક્ટિસ કરી રહી છે. કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ માટે આ પહેલી મોટી ટુર્નામેન્ટ છે, જેના લીધે તેઓ ઘણા ઉત્સાહિત છે. ભારતીય ટીમ એશિયા કપ માટે દુબઈમાં આવેલી ICC એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહી છે. ત્યારે મેદાન પર ખેલાડીઓને સખત મહેનત કરતા જોઇને ભારતીય કેપ્ટન ખૂબ જ ખુશ છે.
ADVERTISEMENT
𝙍𝙚𝙘𝙝𝙖𝙧𝙜𝙚𝙙 𝘼𝙣𝙙 𝙍𝙚𝙛𝙧𝙚𝙨𝙝𝙚𝙙! ⚡️💪#TeamIndia raring to GO! 👏 👏
— BCCI (@BCCI) September 6, 2025
WATCH 🎥🔽 #AsiaCup2025https://t.co/9hKXSyrnK0
ભારત માટે સંજુ સેમસન ખૂબ જ સારી સ્થિતિમાં દેખાઈ રહ્યા છે, જ્યારે જીતેશ શર્માએ પણ વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરી. આ ઉપરાંત શિવમ દુબે પણ બોલિંગ કરતા જોવા મળ્યા, તો કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ નેટ પ્રેક્ટિસ કરી. એક વર્ષ પછી ટી20 ટીમ ઇન્ડિયામાં વાપસી કરનાર શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહ પણ ફિટ જણાઈ રહ્યા છે. એવામાં એશિયા કપ 2025 જેવી મોટી ટુર્નામેન્ટ પહેલા, કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમના માહોલ વિશે ખુલીને વાત કરી છે.
ADVERTISEMENT
સૂર્યકુમાર યાદવે શું કહ્યું?
BCCI એ ટીમ ઇન્ડિયાના ટ્રેનિંગ સેશનનો એક વીડિયો શેર કર્યો, જેમાં બધા ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેમની ટીમ વિશે કહ્યું કે ભારતીય ટીમના તેજસ્વી ખેલાડીઓ પ્રેક્ટિસ સત્રોમાં સખત મહેનત કરી રહ્યા છે અને હું તેમની પાસેથી આ જ ઈચ્છું છું. જયારે શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહએ પણ વિરોધી ટીમોને ચેતવણી આપી અને એશિયા કપ ટીમ ઈન્ડિયાને એક મહાન જૂથ ગણાવ્યું.
ADVERTISEMENT
📍 Dubai
— BCCI (@BCCI) September 6, 2025
The preps have begun for #AsiaCup2025 😎#TeamIndia pic.twitter.com/gRVPvnfhtK
સૂર્યકુમાર યાદવે કહ્યું કે આ ખેલાડીઓની અંદર અવિશ્વસનીય સ્કીલ સેટ છે અને આ પ્રકારનું ટેલેન્ટેડ ગ્રુપ હોવું ઘણું કમાલ છે. મેદાન પર અદ્ભુત કુશળતા ધરાવતા ઘણા તેજસ્વી ખેલાડીઓને જોઈને હંમેશા મારા ચહેરા પર સ્મિત આવી જાય છે, તેઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે અને મને લાગે છે કે હું તેમની પાસેથી આ જ ઇચ્છું છું. આ ખેલાડીઓને મેદાનમાં રહેવું ઘણું પસંદ છે. વાઇસ-કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે હું ખૂબ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે આ એક મહાન ગ્રુપ છે અને અમે T20 માં જે રીતે રમી રહ્યા છીએ તે મનોરંજક અને શાનદાર છે.
ADVERTISEMENT

એક વર્ષ પછી બુમરાહની વાપસી
ADVERTISEMENT
2024ના T20 વર્લ્ડ કપની ફાઇનલ રમ્યા બાદ, બુમરાહ T20 ટીમમાં પાછો ફર્યો. ત્યારે આ અંગે જસપ્રીત બુમરાહે કહ્યું, લાંબા સમય પછી આ સેટઅપમાં આવીને સારું લાગી રહ્યું છે. ત્રણ અઠવાડિયાનો સમય ખૂબ સારો રહ્યો અને ઘરે સમય વિતાવવાથી એક સારી તક મળી.
આ પણ વાંચો: ભારત એશિયા કપની ફાઈનલમાં, ચીનને 7-0 થી હરાવ્યું, દક્ષિણ કોરિયા સાથે ફાઈનલમાં ટક્કર
ADVERTISEMENT
ભારત-પાકિસ્તાન વચ્ચે થશે મેચ
એશિયા કપ 2025ની વાત કરીએ તો, આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થઈ રહી છે. જેમાં ભારત અને પાકિસ્તાન સહિત કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે. ટીમ ઇન્ડિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. વર્ષ 2023માં, ટીમ ઇન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટનશીપમાં છેલ્લી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો હતો અને ભારતે અત્યાર સુધી સૌથી વધારે આઠ વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે. જેના કારણે હવે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં, ટીમ ઇન્ડિયા પહેલીવાર અને કુલ નવમી વખત આ ખિતાબ જીતવા માંગશે. ભારતની પહેલી મેચ 10 સપ્ટેમ્બરે યુએઈ સામે અને પછી 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.