બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બનશે 'વિલન'! જાણો દુબઈમાં કેવું રહેશે હવામાન

મહામુકાબલો / ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બનશે 'વિલન'! જાણો દુબઈમાં કેવું રહેશે હવામાન

Published By: Vidhata Gothi

Last Updated: 09:28 AM, 14 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs PAK: આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમશે, ત્યારે જાણીએ કે મેચ દરમિયાન ત્યાનું હવામાન કેવું રહેશે અને જો મેચ કેન્સલ થઈ તો કઈ ટીમને ફાયદો થશે?

IND vs PAK Asia Cup 2025: એશિયા કપ 2025ની છઠ્ઠી મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે ટકરાશે. સામાન્ય ભારત-પાકિસ્તાન મેચની સરખામણીમાં આ મેચને લઈને ઓછો ઉત્સાહ છે. છતાં પણ ચાહકોને મેચની અપડેટ્સ જાણવા આતુર છે. આજે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં હવામાન કેવું રહેશે? ચાહકોને એ પણ જાણવું છે કે જો મેચ કેન્સલ થાય તો કઈ ટીમને ફાયદો થશે?

ભારત-પાકિસ્તાન મેચમાં હવામાન

BCCIની મંજૂરી મળ્યા બાદ મેચ રમશે, એ નક્કી છે. એવામાં મેચ દરમિયાન બધાની નજર દુબઈના હવામાન પર રહેશે. હાલમાં દુબઈ જેવા શહેરમાં ખૂબ ગરમી પડે છે, તેથી ગમે ત્યારે વરસાદ પડી શકે છે. AccuWeatherના રિપોર્ટ પ્રમાણે, ભારત-પાકિસ્તાન મેચ પર વરસાદની અસર નહીં થાય. 14 સપ્ટેમ્બર, 2025ના રોજ, દુબઈમાં તાપમાન 39 ડિગ્રી સુધી રહેવાનું છે. ભેજ પણ 44 ડિગ્રી સુધી જઈ શકે છે. રાત્રે શરૂ થનારી મેચને કારણે ખેલાડીઓને ગરમીથી થોડી રાહત મળી શકે છે. જોકે, રાત્રે પણ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેવાનું છે.

જો વરસાદ થાય તો શું?

રિપોર્ટ પ્રમાણે, વરસાદની કોઈ સંભાવના નથી, પરંતુ જો વરસાદ પડે તો મેચ કેન્સલ થઈ શકે છે. એવામાં બંને ટીમોને 1-1 પોઈન્ટ વહેંચી શકાય છે. જેથી બંને ટીમોએ પોતાની છેલ્લી મેચ જીતીને સુપર 4 માટે ક્વોલિફાય કરવું પડશે. બીજી તરફ, જો મેચ થાય છે, તો વિજેતા ટીમ માટે સુપર-4નો રસ્તો ઘણો સરળ થઈ જશે. ભારત પોતાની છેલ્લી મેચ ઓમાન સામે રમવાનું છે, જયારે પાકિસ્તાનની છેલ્લી મેચ યુએઈ સાથે થવાની છે. એવામાં વરસાદની વધુ અસર બંને ટીમો પર નહીં પડે.

vtv app promotion

દુબઈના મેદાન પર રમાનારી ભારત-પાકિસ્તાન મેચ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે પહેલગામ આતંકવાદી હુમલા પછી, બંને દેશોની ટીમો પહેલીવાર આમને-સામને થઈ રહી છે. આ મેચને લઈને વિરોધ પણ ચરમસીમાએ છે. પરંતુ હંમેશની જેમ, ઉત્સાહ પણ અકબંધ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારે રાત્રે 8 વાગ્યે શરૂ થશે.

આ પણ વાંચો: આજે સુપર સન્ડેમાં પર ટ્રિપલ ધમાકા, ભારત-પાકિસ્તાન મહામુકાબલા પર સૌની નજર

જો આપણે ભારત-પાકિસ્તાન મેચના ઇતિહાસ પર નજર કરીએ તો, બંને દેશો T20 મેચોમાં 13 વખત અમને-સામે આવ્યા છે, ભારતે આમાં પાકિસ્તાનને 9 વખત હરાવ્યું છે, જ્યારે પાકિસ્તાને 3 વખત જીત મેળવી છે. એક મેચ થઈ થઈ હતી, જે ભારતે બોલ આઉટ નિયમ દ્વારા જીતી હતી. એશિયા કપમાં પણ ભારતનો હાથ ઉપર છે. T20 ફોર્મેટમાં બંને ટીમો 3 વખત ટકરાઈ છે અને ભારત 2 વખત જીત્યું છે. પરંતુ દુબઈની પીચ પર પાકિસ્તાન આગળ છે જેના પર મેચ રમાઈ રહી છે. પાકિસ્તાને આ મેદાન પર રમાયેલી 3 મેચમાંથી 2 મેચ જીતી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 IND VS PAK match UAE Weather Report

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ