બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:17 AM, 14 September 2025
રવિવારનો દિવસ ભારતીય રમત જગત માટે ખૂબ જ રોમાંચક બનવાનો છે. 14 સપ્ટેમ્બરે ક્રિકેટ, હોકી અને બેડમિન્ટનના મેદાન પર ઘણી શાનદાર મેચો યોજાવાની છે, જ્યાં ભારતીય ખેલાડીઓ પાસે ઇતિહાસ રચવાની શાનદાર તક છે. દુબઈથી લઈને હાંગઝોઉ અને હોંગકોંગ સુધી, ચાહકોની નજર ટીમ ઇન્ડિયાની પાકિસ્તાન સામેની T20 મેગા મેચ, મહિલા હોકી ટીમની એશિયા કપ ફાઇનલ અને બેડમિન્ટન સ્ટાર્સની સુપર 500 ફાઇનલ પર ટકેલી રહેશે. ભલે ક્રિકેટ અને હોકી બે અલગ અલગ રમતો હોય, પરંતુ એશિયાના બે ઐતિહાસિક હરીફો એક જ દિવસે, એક જ સાંજે ટકરાશે, ત્યારે સ્પોર્ટ્સ માટે આ સુપર સન્ડે ફક્ત સ્કોર પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ ગૌરવ, જુસ્સો અને પ્રતિષ્ઠાનું પ્રતીક પણ બનશે. જેના પર આખી દુનિયાની નજર રહેશે.
ADVERTISEMENT
એશિયા કપમાં હાઇવોલ્ટેજ મુકાબલો
એશિયા કપ 2025ના ગ્રુપ સ્ટેજમાં સૌથી વધુ ચર્ચિત મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે ટુર્નામેન્ટની શરૂઆત UAE પર નવ વિકેટથી શાનદાર જીત સાથે કરી, અને હવે તેઓ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પોતાનું ફોર્મ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. આ મેચ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે પહેલગામ આતંકવાદી હુમલા અને અને ભારત દ્વારા ઓપરેશન સિંદૂર પછી, બંને દેશોની ટીમો પહેલીવાર આમને-સામને થઈ રહી છે. આ મેચને લઈને વિરોધ પણ ચરમસીમાએ છે. પણ હંમેશની જેમ, ઉત્સાહ પણ અકબંધ છે.
ADVERTISEMENT

મહિલા એશિયા કપ ફાઇનલમાં ચીન સામે ભારતની ટક્કર
ADVERTISEMENT
આજે જ ભારતીય મહિલા હોકી ટીમ મહિલા એશિયા કપ 2025માં હાંગઝોઉના ગોંગશુ કેનાલ સ્પોર્ટ્સ પાર્ક ખાતે યોજાનારી ફાઇનલમાં યજમાન ચીન સામે ટકરાશે. સુપર-4 તબક્કામાં જાપાન સામે 1-1થી ડ્રો રમીને ભારતે ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવ્યું, જ્યારે ચીને કોરિયાને 1-0થી હરાવ્યું હતું. સલીમા ટેટની આગેવાની હેઠળની ટીમે ટુર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીન એક સખત પ્રતિસ્પર્ધી હશે, પરંતુ ભારતનું ફોર્મ ફાઇનલને રોમાંચક બનાવશે. જો ટીમ ઇન્ડિયા જીતી તો ટાઇટલ તો મળશે જ, સાથે આવતા વર્ષના હોકી વર્લ્ડ કપ માટે ક્વોલિફાય પણ થઈ જશે.
આ પણ વાંચો: પાકિસ્તાન સામે આ 11 ખેલાડીઓ મેદાનમાં ઉતરશે! ભારતના કોચનો ખુલાસો
ADVERTISEMENT
હોંગકોંગ ઓપન સુપર 500 ફાઇનલ
બેડમિન્ટન ચાહકો માટે, હોંગકોંગ ઓપન સુપર 500નો છેલ્લો દિવસ પણ આજે જ છે, જ્યાં ભારતના બે સ્ટાર્સ ટાઇટલ માટે રેસમાં છે. પુરુષોની સિંગલ્સમાં, લક્ષ્ય સેનનો મુકાબલો વિશ્વના નંબર-4 ચીનના લી શી ફેંગ સામે થશે. લક્ષ્યે સેમિફાઇનલમાં તાઈપેઈના ચૌ ટિએન ચેનને 23-21, 22-20 થી હરાવીને સુપર 500 ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. 2023 કેનેડા ઓપન પછી આ તેની પહેલી સુપર 500 ફાઇનલ હશે, અને આ જીત તેના કારકિર્દીને નવી ઊંચાઈઓ આપશે.
ADVERTISEMENT
જયારે પુરુષોની ડબલ્સમાં, સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી પણ ફાઇનલમાં પહોંચી ગઈ છે. સેમિફાઇનલમાં તાઈપેઈના બિંગ-વેઈ લિન અને ચેન ચેંગ કુઆનને 21-17, 21-15 થી હરાવ્યા બાદ, આ જોડી 2025 સીઝનની પહેલી ફાઇનલ રમવા માટે તૈયાર છે. આ જોડી એશિયન ગેમ્સ ગોલ્ડ પછી પહેલી વાર સુપર 500 ટાઇટલની શોધમાં છે. આ વિશ્વ નંબર 9 જોડીનો તાલમેલ અને ફાસ્ટ સ્મેશ તેમને મજબૂત દાવેદાર બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.