બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્લેઓફનું સપનું વરસાદમાં ધોવાયું, RCB પોઈન્ટ ટેબલમાં ટોપ પર
Last Updated: 11:01 PM, 17 May 2025
IPL 2025 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ કારણે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા હવે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. હાલમાં KKR 12 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. પરંતુ પ્લેઓફમાં પહોંચવાની આશા હવે ખતમ થઈ ગઈ છે. જ્યારે RCB 17 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. આનો અર્થ એ થયો કે, પ્લેઓફમાં RCB ની જગ્યા હવે નિશ્ચિત થઈ ગઈ છે. RCB પાસે હજુ 2 મેચ બાકી છે.
ADVERTISEMENT
IPL ભાગ-2 ની પહેલી જ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ મેચ જોવા માટે ચાહકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિના નિર્ણય પછી આ પહેલી વાર હતું જ્યારે તે મેદાન પર હતો. તેમને ઉત્સાહિત કરવા માટે મોટી સંખ્યામાં ચાહકો સફેદ જર્સીમાં પહોંચ્યા હતા. પરંતુ વરસાદને કારણે ટોસ થઈ શક્યો નહીં.
Match 5️⃣8️⃣ between @RCBTweets and @KKRiders has been called off due to rain.
— IndianPremierLeague (@IPL) May 17, 2025
Both teams get a point each.#TATAIPL | #RCBvKKR pic.twitter.com/igRYRT8U5R
ADVERTISEMENT
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હાલમાં IPL 2025 પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. RCBના 12 મેચમાં 8 જીત (એક ડ્રો) થી 17 પોઈન્ટ છે. આ મેચ જીત્યા બાદ પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સ 13 મેચમાં 11પોઈન્ટ સાથે ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. RCB સામે મેચ હાર્યા બાદ KKR પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયું છે.
વધુ વાંચો : ઈંગ્લેન્ડની ટીમમાંથી રમશે વિરાટ કોહલી? ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ બાદ આવ્યા મોટા સમાચાર
IPLમાં RCB-KKR વચ્ચે H2H
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે અત્યાર સુધીમાં 36 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન કોલકાતાની ટીમે 20 મેચ જીતી હતી. જ્યારે RCB એ 15 મેચ જીતી હતી. એક મેચ અનિર્ણિત રહી. આ પહેલા 22 માર્ચ, 2025 ના રોજ બંને ટીમો ઈડન ગાર્ડન્સ ખાતે એકબીજાનો સામનો કરી હતી. તે મેચમાં RCB 7 વિકેટથી જીત્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT