બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ઈંગ્લેન્ડની ટીમમાંથી રમશે વિરાટ કોહલી? ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ બાદ આવ્યા મોટા સમાચાર
Last Updated: 10:00 PM, 17 May 2025
વિરાટ કોહલીએ તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો છે. આ બાદથી તે સતત ચર્ચામાં છે. જોકે હજુ પણ શક્યતા છે કે તે ઇંગ્લેન્ડની ટીમમાં રમતો દેખાઈ શકે છે. આમાં હેરાન થવાની વાત નથી, અહીં ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમની વાત કરી રહ્યા છીએ. હકીકતમાં, ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમ મીડિલસેક્સે કોહલીને લઈને રસ દાખવ્યો છે. તે ઈચ્છે છે કે કોહલી કાઉન્ટી ચેમ્પિયનશીપ કે વન ડે કપમાં રમે. તો શું ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ બાદ કોહલી હવે ઈંગ્લેન્ડની આ ટીમ માટે રમશે?
ADVERTISEMENT
શું વિરાટ કોહલી ઈંગ્લેન્ડમાં રમશે?
ADVERTISEMENT
ભારતના ઘણા ખેલાડી કાઉન્ટી ક્રિકેટમાં ભાગ લઈ ચૂક્યા છે. સચિન તેંડુલકર પણ પોતાના કરિયર દરમિયાન યોર્કશાયર માટે રમી ચૂક્યા છે. આ સિવાય, વર્તમાન સમયમાં ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે અને કરુણ નાયર જેવા કેટલાક ખેલાડી કાઉન્ટી ક્રિકેટમાં રમે છે. ત્યારે, જો વિરાટ કોહલીની વાત કરીએ તો તેને અત્યાર સુધી કાઉન્ટી ક્રિકેટમાં ભાગ નથી લીધો.
2018 માં તેને ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાથી સરેની ટીમ સાથે કોન્ટ્રાક્ટ કર્યા હતા. પરંતુ ગાળાની ઇજાને કારણે આ ડીલ રદ્દ થઈ ગઈ હતી. પરંતુ હવે કાઉન્ટી ટીમ મીડિલસેક્સના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ, એલન કોમેને વિરાટ કોહલીના વખાણ કરતાં તેને પોતાની ટીમમાં સામેલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેને કહ્યું, "વિરાટ કોહલી પોતાની પેઢીનો સૌથી પ્રતિષ્ઠિત ખેલાડી છે. એટલા માટે ચોક્કસ રૂપે અમે આના પર વાતચીત કરવામાં રસ રાખીએ છીએ."
વધુ વાંચો:ના ગાયનું કે ના ભેંસનું... તો પછી કયું દૂધ પીવે છે વિરાટ કોહલી?
અધિકારીઓએ આપ્યા ડીલના સંકેત
એક રિપોર્ટ અનુસાર, મીડિલસેક્સે પહેલા પણ સાઉથ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન એબી ડિવિલિયર્સને ટી20 બ્લાસ્ટ માટે સાઈન કર્યો હતો. આ સિવાય તે ન્યુઝીલેન્ડના કેન વિલિયમસનને પણ પોતાની ટીમમાં સામેલ કરી ચૂક્યા છે. આ બંને ડિલ્સ MCC ના સહયોગથી થઈ હતી. એટલે તેની પાસે સ્ટાર ખેલાડીઓ સાથે સાઇન કરવાનો અનુભવ છે. ત્યારે હવે અધિકારીઓએ પણ સંકેત આપ્યો છે કે વિરાટ કોહલી માટે પણ આ પ્રકારની ડીલ કરવા ઈચ્છે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT