ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / એશિયા કપ 2025નું શેડ્યૂલ જાહેર! આ તારીખે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર

સ્પોર્ટ્સ / એશિયા કપ 2025નું શેડ્યૂલ જાહેર! આ તારીખે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર

Published By: Maulik Patel

Last Updated: 08:25 PM, 26 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટપ્રેમીઓ થઇ જાવ તૈયાર. તમારી આતુરતાનો અંત આવી ગયો છે. તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે એશિયા કપ 2025નું સંપૂર્ણ શેડ્યુલ આવી ગયું છે. તો ચલો જાણીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો ક્યારે રમાશે અને શું છે સમગ્ર શેડ્યુલ.?

ADVERTISEMENT

ભારતદેશના લોકોને ક્રિકેટને ખુબજ ગમે છે. ભાગ્યે જ ક્રિકેટને જેટલો પ્રેમ મળ્યો છે તેવો પ્રેમ અન્ય કોઈ રમત ને મળ્યો હશે. તો ક્રિકેટ પ્રેમી એશિયા કપની રાહ જોઈ રહ્યા છે. કારણ કે તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે. BCCI એ ઢાકામાં ACC મીટિંગમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. એશિયા કપ ટુર્નામેન્ટની તારીખો હવે જાહેર થઈ ગઈ છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસીન નકવીએ એક મહત્વપૂર્ણ તારીખોની જાહેરાત કરી હતી.

ASIA-CUP-2

મોહસીન નકવીના જણાવ્યા મુજબ, ઇવેન્ટનું શેડ્યૂલ તૈયાર કરી લેવામાં આવ્યું છે, આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. તેમણે કહ્યું કે અમને શાનદાર ક્રિકેટની અપેક્ષા છે અને સંપૂર્ણ શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. મોહસીન નકવીએ એમ પણ કહ્યું કે આ કાર્યક્રમનું આયોજન યુએઈમાં કરવામાં આવશે. તેમણે ટુર્નામેન્ટની તારીખો જાહેર કરતી વખતે ખુશી વ્યક્ત કરી. આ ટુર્નામેન્ટ ભારતના યજમાનીમાં યુએઈમાં રમાશે. પાકિસ્તાની ટીમ ભારતમાં રમવા નહીં આવે, આ કારણે કાર્યક્રમનું સ્થળ બદલવામાં આવ્યું.

ASIA-CUP-1

શું BCCI ને પાકિસ્તાન સામેનમતું મુકવું પડ્યું?

મુખ્ય શેડ્યૂલમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં મૂકી શકાય છે. આ વાત આગામી 24 થી 48 કલાકમાં સ્પષ્ટ થઈ જશે. BCCI એ ન્યુટ્રલ વેન્યુ સીલેક્ટ કર્યું છે, તેનું નુકસાન ભારતીય ચાહકોને થશે. જ્યારે એશિયા કપ પાકિસ્તાનમાં યોજાયો હતો, ત્યારે આ ઇવેન્ટ સંપૂર્ણપણે બહાર યોજાઈ ન હતી. કેટલીક મેચો પાકિસ્તાનમાં યોજાઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ આવું જ થયું. BCCI એ સમગ્ર ઇવેન્ટ ભારતની બહાર લઈ જવાના નિર્ણયને સ્વીકારી લીધો છે, આ પાકિસ્તાન સામે નમન કરવા જેવું છે.

vtv app promotion

એશિયા કપમાં કેટલી ટીમો છે?

એશિયા કપમાં કુલ આઠ ટીમો રમવાની છે, આ ઇવેન્ટને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા તૈયારીની દ્રષ્ટિએ ખાસ માનવામાં આવી રહી છે. ભારત અને શ્રીલંકા સાથે મળીને T20 વર્લ્ડ કપનું આયોજન કરવા જઈ રહ્યા છે. આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં આયોજિત થઈ રહ્યો છે. રોહિત અને કોહલી આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, બંને રમતા જોવા મળશે નહીં.

વધુમાં વાંચો: તમે ટપરી પર ચા નહીં ઝેર પીવો છો! એક કપમાં હજારો માઈક્રોપ્લાસ્ટિક કણ, સ્ટડીમાં ખુલાસો

ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલી મેચ શક્ય છે?

જો ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોય અને આગળના તબક્કામાં પહોંચે, તો બે વાર ટક્કર થઈ શકે છે. સમગ્ર ઇવેન્ટને બહાર લઈ જવાને બદલે, BCCI એ ફક્ત પાકિસ્તાનની મેચો બહાર જ યોજવી પડી, શ્રીલંકા આદર્શ સ્થળ બની શક્યું હોત.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ndia-pakistan match Asia cup scheduled BCCI

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ