બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'રોહિતની જેમ ગિલને પણ..', ગાંગુલીએ કેપ્ટન્સી પર આકરી ટીકા સાથે આપ્યું ચોંકાવનારુ નિવેદન

ક્રિકેટ / 'રોહિતની જેમ ગિલને પણ..', ગાંગુલીએ કેપ્ટન્સી પર આકરી ટીકા સાથે આપ્યું ચોંકાવનારુ નિવેદન

Published By: Jay Bhatt

Last Updated: 03:19 PM, 10 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટમાં હાલ ભારે ગરમાવો ચાલી રહ્યો છે. રોહિત શર્માની વનડે કેપ્ટન તરીકે હકાલપટ્ટી કરવામાં આવતા ચારેકોર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હવે પૂર્વ દિગ્ગજ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મોટું નિવેદન આપ્યું છે.

Sports News : ભારતીય ક્રિકેટમાં આજકાલ વનડે કેપ્ટનમાં ફેરફારની સતત ચર્ચા થઈ રહી છે. પૂર્વ કેપ્ટન અને પૂર્વ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ હવે રોહિત શર્માને ODI ટીમના કેપ્ટનશીપમાંથી દૂર કરવાના કરવાના નિર્ણય પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.

રોહિત શર્મા પર ગાંગુલીએ શું કહ્યું?

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ગાંગુલીએ કહ્યું હતું કે, 'બોર્ડે (BCCI) અને પસંદગીકારોએ રોહિત સાથે વાત કર્યા પછી આ નિર્ણય લીધો હશે. મને ખાતરી નથી કે આ કોઈ હકાલપટ્ટી છે કે નહીં. આ એક સામાન્ય ક્રિકેટ નિર્ણય છે જે દરેક ખેલાડીના કરિયરમાં આવે છે. રોહિત એક શાનદાર કેપ્ટન રહ્યો છે, જેણે ભારતને T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મોટી ટુર્નામેન્ટમાં વિજેતા બનાવ્યું છે.'

vtv app promotion

ગિલને પણ આવી સ્થિતિનો સામનો કરવો પડશે : ગાંગુલી

ગાંગુલીએ આગળ કહ્યું, 'મારી અને દ્રવિડ સાથે પણ આવું થયું છે, દરેક સાથે આવું થાય છે. ગિલને પણ 40 વર્ષની ઉંમરે આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. સ્પોર્ટ્સમાં દરેક વ્યક્તિએ એક દિવસ નિવૃતી લેવી જ પડે છે. ગિલને પ્રમોટ કરવાનો નિર્ણય ખરાબ નથી. તેણે ઇંગ્લેન્ડમાં પોતાની પ્રતિભા બતાવી છે, અને મને લાગે છે કે તે યોગ્ય નિર્ણય છે. રોહિત રમવાનું ચાલુ રાખી શકે છે.'

વધુ વાંચો : VIDEO : જાસ્મીન બાદ હવે કોણ છે Hardik ની રુમર્ડ ગર્લફ્રેન્ડ, કરવા ચોથ પર જ સાથે દેખાયા

રોહિતનો કેપ્ટન તરીકે વનડે રેકોર્ડ

રોહિત શર્માને ડિસેમ્બર 2021માં વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હિટમેને 56 વનડેમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. આ દરમ્યાન, ટીમ ઈન્ડિયાએ 42 મેચ જીતી અને ફક્ત 12 મેચ હારી છે. તેની કેપ્ટનશીપ હેઠળ એક મેચ ટાઈ રહી હતી, જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. રોહિત પહેલાથી જ ટેસ્ટ અને T20Iમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sourav ganguly on captaincy Cricket latest news update sourav ganguly on rohit sharma

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ