બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી બહાર કરશે રાજસ્થાન રોયલ્સ! રાહુલ દ્રવિડે લેવો પડશે કડક નિર્ણય

IPL 2025 / વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી બહાર કરશે રાજસ્થાન રોયલ્સ! રાહુલ દ્રવિડે લેવો પડશે કડક નિર્ણય

Last Updated: 11:59 PM, 17 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vaibhav Suryavanshi: રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન સંપૂર્ણ પણે હેલ્ધી થઈ ગયો છે અને બાકીના બે મુકાબલા રમવા તૈયાર છે. એવામાં પ્રશ્ન એ થાય છે કે શું વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી ડ્રોપ કરવામાં આવશે?

રાજસ્થાન રોયલ્સ માટે આઇપીએલ 2025 સિઝન એકદમ ખરાબ સાબિત થઈ. ગત અમુક સિઝનથી સતત સારું પ્રદર્શન કરતી ટીમ આ વખતે લીગ સ્ટેજની મેચ પૂરી થયા પહેલા જ પ્લેઓફની રેસથી બહાર થઈ ગઈ. આમછતાં રાજસ્થાન માટે આ સિઝનમાં એક સારા સમાચાર એ રહ્યા કે 14 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર લગાવેલો દાવ. પરંતુ શાનદાર પ્રદર્શન છતાં બાકીના મુકાબલામાં વૈભવને બહાર બેસવું પડી શકે છે અને આનું કારણ સારું છે.

vaibhav-suryavanshi

કેપ્ટન સેમસન રમવા માટે ફિટ

આઇપીએલ 2025 સિઝન  ફરીથી શરૂ થઈ ગઈ છે અને રાજસ્થાન રોયલ્સ માટે આ સિઝનમાં હવે કંઈ ખાસ બચ્યું નથી. ટીમ પહેલા જ બહાર થઈ ગઈ છે પરંતુ પોતાની 13 મી મેચ રમ્યા પહેલા રાજસ્થાનને એક સારા સમાચાર મળ્યા છે. એક રિપોર્ટ અનુસાર, ટીમનો નિયમિત કેપ્ટન સંજુ સેમસન સંપૂર્ણ પણે હેલ્ધી થઈ ગયો છે અને બાકીના બે મુકાબલા રમવા તૈયાર છે.

Vtv App Promotion 1

સંજુ સેમસન માટે આ આખી સિઝન ઇજા સામે લડવાવાળી રહી છે. સિઝનની શરૂઆતી 3 મેચમાં તે માત્ર ઇમ્પેક્ટ સ્બસ્ટીટયુટ બનીને બેટિંગના રૂપે જ રમતો રહ્યો. આ દરમિયાન રિયાન પરાગે ટીમની કમાન સંભાળી હતી. પછી અમુક મેચ માટે તેની ટીમમાં વાપસી થઈ પરંતુ ફરી એક વાર મેચ દરમિયાન ઇજાના કારણે તે બહાર થઈ ગયો હતો. પરંતુ હવે સંજુ સેમસન એકદમ ફિટ થઈ ગયો છે અને રવિવારે 18 મે એ પંજાબ કિંગ્સ વિરુદ્ધ વાપસી માટે તૈયાર છે.  

વધુ વાંચો: કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્લેઓફનું સપનું વરસાદમાં ધોવાયું, RCB પોઈન્ટ ટેબલમાં ટોપ પર

વૈભવ સૂર્યવંશીને હટાવશે દ્રવિડ?

પરંતુ આનાથી એ સવાલ થાય છે કે શું 14 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી ડ્રોપ કરવામાં આવશે? શું હેડ કોચ રાહુલ દ્રવિડ આવું કડક પગલું લેશે? આ પ્રશ્ન એટલા માટે છે કારણ કે સંજુ આ સિજનમાં ટીમ માટે ઓપનિંગ જ કરતો હતો અને જબરજસ્ત બેટિંગ કરતો હતો. તેના ઇજાગ્રસ્ત થયા બાદ જ વૈભવને મોકો મળ્યો હતો અને ત્રીજી જ મેચમાં તેને 35 બોલમાં વિસ્ફોટક સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો હતો. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sports News Rajasthan Royals Vaibhav Suryavanshi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ