બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / IPL News / મુંબઈ ઈન્ડિયન્સને પ્લેઓફ પહેલા મોટો ઝટકો! 3 સ્ટાર ખેલાડી ટીમમાંથી બહાર
Last Updated: 04:25 PM, 20 May 2025
દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે મોટો દાવ રમ્યો છે. તેને ટીમ માટે સારું પ્રદર્શન કરી રહેલા ત્રણ વિદેશી ખેલાડીઓની જગ્યાએ ત્રણ અનુભવી ક્રિકેટરોને સામેલ કર્યા છે જે MI માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. આમાં ઇંગ્લેન્ડના બે અને શ્રીલંકાનો એક ક્રિકેટરનો સમાવેશ થાય છે. ટીમમાંથી બહાર કરાયેલા ખેલાડીઓએ આ સિઝનમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હોવા છતાં, તેમને ટીમમાંથી બહાર કરવા પડ્યા. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સારું રમવા છતાં રાયન રિક્લટન, કોર્બિન બોશ અને વિલ જેક્સને ટીમમાંથી કેમ બહાર કરવામાં આવ્યા? તો આનું એક મોટું કારણ છે.
ADVERTISEMENT
નેશનલ ડ્યુટીને કારણે છોડી IPL
ADVERTISEMENT
મુંબઈ ઈન્ડિયન્સના વિકેટકીપર-બેટ્સમેન રાયન રિકલ્ટન, ઓલરાઉન્ડર કોર્બિન બોશ અને વિલ જેક્સ નેશનલ ડ્યુટીને કારણે આ સિઝનમાં વધુ મેચ રમી શકશે નહીં. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમી રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમમાં રાયન રિકલ્ટન અને કોર્બિન બોશનો સમાવેશ થાય છે.
🚨 News 🚨
— IndianPremierLeague (@IPL) May 20, 2025
Mumbai Indians pick replacements for Will Jacks, Ryan Rickelton and Corbin Bosch.#TATAIPL | @mipaltan | Details 🔽
ADVERTISEMENT
જ્યારે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર વિલ જેક્સને વેસ્ટ ઇન્ડીઝ સામેની વનડે શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેથી, આ ખેલાડીઓ હવે આ સિઝનમાં MI માટે રમતા જોવા મળશે નહીં. તેમના સ્થાને, MI એ ઇંગ્લેન્ડના વિકેટકીપર-બેટ્સમેન જોની બેયરસ્ટો, રિચાર્ડ ગ્લીસન અને શ્રીલંકાના ચરિથ અસલંકાને ટીમમાં સામેલ કર્યા છે.
વધુ વાંચો: માથાકૂટ અભિષેક શર્માએ પણ કરી, તો પ્રતિબંધ માત્ર દિગ્વેશ રાઠી પર જ કેમ લાદ્યો? આ રહ્યું કારણ
ADVERTISEMENT
આ ખેલાડીઓ MI ને જીત અપાવશે!
ઈંગ્લેન્ડના વિકેટકીપર-બેટ્સમેન જોની બેયરસ્ટોને એમઆઈ ઓલરાઉન્ડર વિલ જેક્સના સ્થાને એમઆઈની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિઝનના મેગા ઓક્શનમાં બેયરસ્ટો વેચાયો ન હતો પરંતુ તેણે કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત, વિકેટકીપર બેટ્સમેન રાયન રિકેલ્ટનના સ્થાને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર રિચાર્ડ ગ્લીસનને ટીમમાં સ્થાન મળ્યું છે.
ADVERTISEMENT
આ સિઝનમાં રિક્લટને શાનદાર બેટિંગ કરી. તેણે આ સિઝનમાં 12 ઇનિંગ્સમાં 336 રન બનાવ્યા. આ ઉપરાંત, શ્રીલંકાના વાઇટ બોલના કેપ્ટન ચારિથ અસલંકાને ઓલરાઉન્ડર કોર્બિન બોશના સ્થાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. હવે MI ની આશા આ ત્રણ ખેલાડીઓ પર ટકેલી છે કે તેઓ ટીમને વિજય તરફ લઇ જશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.