બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / માથાકૂટ અભિષેક શર્માએ પણ કરી, તો પ્રતિબંધ માત્ર દિગ્વેશ રાઠી પર જ કેમ લાદ્યો? આ રહ્યું કારણ
Last Updated: 03:11 PM, 20 May 2025
LSG SPINNER DIGVESH RATHI: IPL 2025 ના પ્લેઓફ માંથી બહાર થયા પછી LSG પર બીજો એક મોટો ફટકો પડ્યો છે. LSG ટીમના સ્ટાર સ્પિનર દિગ્વેશ રાઠી ગુજરાત ટાઇટન્સ સામેની હવેની મેચ રમી શકશે નહીં. BCCI એ રાઠી પર એક મેચનો બેન લગાવ્યો છે. જેનું કારણ ગઇકાલે રમાયેલી SRH અને LSG મેચમાં દિગ્વેશ અને અભિષેક વચ્ચે થયેલી લડાઈ છે. જેના લીધે રાઠીને આ સજા આપવામાં આવી છે. તેના પર એક મેચનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે સાથે જ 50 ટકા મેચ ફી કાપવામાં આવી છે. જ્યારે અભિષેક શર્મા પાસેથી 25 ટકા મેચ ફી કાપવામાં આવી છે. ત્યારે હવે પ્રશ્ન એ છે કે દિગ્વેશ રાઠીને અભિષેક શર્મા કરતાં વધુ સજા કેમ આપવામાં આવી છે? શું BCCI એ રાઠી સાથે અન્યાય કર્યો છે?
ADVERTISEMENT
રાઠી પર પ્રતિબંધ મૂકવાનું કારણ
પ્રશ્ન એ થાય છે કે BCCIએ દિગ્વેશ રાઠી સાથે આટલો મોટો અન્યાય કેમ કર્યો? આ સવાલ રાઠીના દરેક ચાહકોના મનમાં ચાલી રહ્યો હશે. 19 મેના રોજ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન અભિષેક શર્મા અને દિગ્વેશ રાઠી બંને એકબીજા સાથે ઝગડ્યા તો પછી ફક્ત રાઠી પર જ પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો. પરંતુ સાચી હકીકત એ છે કે બીસીસીઆઈએ જે કર્યું તે નિયમોને અનુસરીને જ કર્યું છે.
ADVERTISEMENT
ત્રીજી વખત દોષી
આ સિઝનમાં ત્રીજી વખત LSG સ્પિનર દિગ્વેશ રાઠીને IPLની આચારસંહિતાના લેવલ 1નો દોષી ઠેરવવામાં આવ્યો છે. અગાઉ 1 એપ્રિલે પંજાબ કિંગ્સ અને 4 એપ્રિલે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચ દરમિયાન તેને IPL આચાર સંહિતાના લેબલ 1નો દોષી ઠેરવવામાં આવ્યો હતો. પહેલી વાર દોષિત ઠરવા બદલ તેને 1 ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો હતો. જ્યારે બીજી મેચમાં દોષિત ઠરવા બદલ તેને 2 ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
🚨 DIGVESH RATHI HAS SUSPENDED FROM GUJARAT TITANS MATCH 🚨
— VIKAS (@VikasYadav69014) May 20, 2025
- Digvesh Rathi suspended from next Match and fined 50 % of match fees. pic.twitter.com/pDlJs1TDoq
કુલ 5 ડિમેરિટ પોઈન્ટ
ADVERTISEMENT
હવે અભિષેક શર્મા સાથેની લડાઈ પછી તેને વધુ 2 ડિમેરિટ પોઈન્ટ મળ્યા જેનાથી તેના કુલ ડિમેરિટ પોઈન્ટ 5 થયા. આ કારણે તેના પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે નિયમ મુજબ 5 ડિમેરિટ પોઈન્ટ માટે એક મેચનો પ્રતિબંધ લાદવામાં આવે છે. આ કારણે રાઠી હવે 22 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં રમી શકશે નહીં. જ્યારે આ સિઝનમાં અભિષેક શર્માની આ પહેલી ભૂલ હતી તેથી ફક્ત તેની મેચ ફી કાપવામાં આવી હતી. હવે પ્રશ્ન એ છે કે આ સિઝનમાં રાઠીને વારંવાર સજા કેમ મળી રહી છે?
રાઠીને વારંવાર સજા કેમ મળી રહી છે?
ADVERTISEMENT
લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડી દિગ્વેશ રાઠીને આ સિઝનમાં ત્રીજી વખત સજા ફટકારવામાં આવી છે. આનું કારણ તેમની નોટબુક સ્ટાઈલ સેલિબ્રેશન છે. મેચ દરમિયાન જ્યારે પણ તે કોઈ ખેલાડીને આઉટ કરે છે ત્યારે તે 'નોટબુક સેલિબ્રેશન' કરે છે. જે આઉટ થનાર ખેલાડીને પસંદ નથી, અને આનાથી બે ખેલાડીઓ વચ્ચે દલીલ થાય છે.
વધુ વાંચો:
ADVERTISEMENT

19 મેના મેચમાં પણ કંઈક આવું જ બન્યું. જ્યારે અભિષેક શર્મા આઉટ થઈને જવા લાગ્યો, ત્યારે રાઠીએ પોતાની શૈલીમાં ઉજવણી શરૂ કરી ત્યારબાદ એકાના સ્ટેડિયમમાં બંને ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો. જોકે બાદમાં BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ બંને ખેલાડીઓ વચ્ચે સમાધાન કરાવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.