બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારત-પાકિસ્તાન મેચમાં રન આઉટ પર આવ્યો MCCનો ચુકાદો, શું ખરેખર થયું હતું કપટ?

સ્પોર્ટ્સ / ભારત-પાકિસ્તાન મેચમાં રન આઉટ પર આવ્યો MCCનો ચુકાદો, શું ખરેખર થયું હતું કપટ?

Published By: Nidhi Panchal

Last Updated: 09:20 AM, 7 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-પાકિસ્તાન મહિલા ODI વર્લ્ડ કપની મેચ પૂરી થઈ ગઈ, પરંતુ તેની ચર્ચા હજી શાંત થઈ નથી. એક વિવાદાસ્પદ રન-આઉટે આખા ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચી લીધું હતું. હવે MCCએ પોતાના અંતિમ ચુકાદા સાથે આખો મામલો સ્પષ્ટ કરી દીધો છે.

5 ઓક્ટોબરે મહિલા ODI વર્લ્ડ કપ 2025માં ભારતે પાકિસ્તાનને 88 રનથી હરાવ્યું હતું. મેચ દરમિયાન પાકિસ્તાનની ઓપનર મુનીબા અલીના રન-આઉટને લઈને ભારે વિવાદ ઊભો થયો હતો. ચોથી ઓવરના અંતિમ બોલ પર મુનિબા અલીને LBW આપ્યા બાદ, જ્યારે તે ક્રીઝની બહાર નીકળી હતી, ત્યારે દીપ્તિ શર્માનો થ્રો સીધો સ્ટમ્પ પર વાગ્યો.

indian-women-cricket-team

થર્ડ અમ્પાયર કરીન ક્લાસ્ટેએ રીપ્લે જોયા બાદ મુનિબાને રન-આઉટ જાહેર કરી હતી. પરંતુ પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના ખાને આ નિર્ણયનો વિરોધ કર્યો. તેણે દલીલ કરી હતી કે મુનિબા રન લેવાનો પ્રયાસ કરી રહી ન હતી અને તેનું બેટ ક્રીઝની અંદર હતું. આ મુદ્દે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો માહોલ ગરમ થયો હતો

muniba-2

હવે MCC (મેરિલબોન ક્રિકેટ ક્લબ)એ આ મામલે પોતાનો નિર્ણય આપ્યો છે. MCCએ સ્પષ્ટ કહ્યું છે કે થર્ડ અમ્પાયરનો નિર્ણય સંપૂર્ણપણે સાચો હતો અને નિયમો પ્રમાણે હતો. MCCએ કાયદા 30.1.2નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જો બેટ્સમેન દોડતી વખતે અથવા ડાઇવ કરતી વખતે ક્રીઝની બહાર બેટ અથવા શરીર જમીન પર રાખે અને પછી સંપર્ક ગુમાવે, તો તેને આઉટ ગણવામાં નહીં આવે. પરંતુ આ નિયમ ફક્ત દોડતા અથવા ડાઇવ કરતા ખેલાડીઓ માટે લાગુ પડે છે.

app promo6

મુનિબા અલી ન તો દોડી રહી હતી કે ન તો ડાઇવ કરી રહી હતી. તે ક્રીઝની બહારથી ગાર્ડ લઈ રહી હતી અને જ્યારે દીપ્તિનો થ્રો સ્ટમ્પને વાગ્યો ત્યારે તેનું બેટ હવામાં હતું. તેથી ત્રીજા અમ્પાયરે યોગ્ય રીતે તેને રન-આઉટ જાહેર કર્યું હતું.

આ પણ વાંચો : વન ડે ક્રિકેટમાં ત્રિપલ સેન્ચ્યુરી! 141 બોલમાં 314 રન, આ ખેલાડીએ મચાવ્યો તહલકો

MCCએ અંતે સ્પષ્ટ કર્યું કે થર્ડ અમ્પાયરે નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું હતું અને આ નિર્ણયમાં કોઈ ભૂલ નહોતી. આ સાથે મહિલાઓના વર્લ્ડ કપની આ ચર્ચાસ્પદ ઘટનાનો અંત આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Pakistan Women ODI 2025 MCC Decision Muniba Ali Run Out

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ