બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:10 AM, 7 October 2025
ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન ખેલાડી હરજસ સિંહ 50 ઓવરની ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારીને તરખાટ મચાવી દીધો છે. તેમણે 141 બોલમાં 314 રનની ઈનિંગ રમી, જેમાં 35 છગ્ગા ફટકાર્યા હતા. ગત વર્ષે હરજસે ભારત સામે અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલમાં જોરદાર ઈનિંગ રમી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 79 રનથી હરાવ્યું હતું, હરજસ એકમાત્ર બેટ્સમેન હતો, જેણે એ મેચમાં અડધી સદી ફટકારી હતી.
ADVERTISEMENT
હરજસ સિંહે હવે ઓસ્ટ્રેલિયમાં નેશનલ ગ્રેડ ક્રિકેટમાં જોરદાર ઈનિંગ રમી હતી. હરજસે વેસ્ટર્ન સબર્બ્સ ક્લબ માટે રમી સિડની ક્રિકેટ ક્લબ સામે ઐતિહાસિક ઈનિંગ રમી હતી.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ પ્રીમિયર ફર્સ્ટ-ગ્રેડ ક્રિકેટમાં ત્રિપલ સેન્ચુરી ફટકારનાર હરજસ સિંહ ત્રીજા ખેલાડી છે. તેમના પહેલા (321) અને મહાન વિક્ટર ટ્રંપર(335) ફટકારી ચુક્યા છે. પણ મહત્વની વાત તો એ છે કે હરજસે આ ટ્રિપલ સેન્ચુરી 50 ઓવરના ફોર્મેટમાં ફટકારી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ શુભમન ગિલ વનડેમાં કેપ્ટન બન્યા બાદ હવે ગૌતમ ગંભીરના ઘરે થશે પાર્ટી, જાણો કોણ-કોણ સામેલ થશે ?
ADVERTISEMENT
હરજસ સિંહનો જન્મ સિડનીમાં થયો હતો, પણ તેઓ છે મૂળ ભારતના. તેમના માતા પિતા મૂળ ચંદીગઢના રહેવાસી છે અને વર્ષ 2000માં ભારતથી ઓસ્ટ્રેલિયા જઈને વસ્યા હતા. તમને જણાવી દઈએ કે તેમના પિતા ઈન્દ્રજીત સિંહ એક સ્ટેટ લેવલ બોક્સિંગ ચેમ્પિયન રહી ચુક્યા છે, જ્યારે તેમના માતા સ્ટેટ લોન્ગ જમ્પર રહી ચુક્યા છે. હરજસે ક્રિકેટને કારકિર્દી બનાવી છે, તે 8 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમી રહ્યો છે.
ADVERTISEMENT
ભારત સામે રમાયેલી અંડર-19 વર્લ્ડ કપ 20214ની ફાઈનલમાં હરજસ સિંહે 64 બોલમાં 55 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં તેમણે ત્રણ છગ્ગા અને ચોગ્ગા લગાવ્યા હતા. આ ઉપરાંત ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને ભારતનો એક પણ પ્લેયર અડધી સદી ફટકારી શક્યો નથી. ઓસ્ટ્રેલિયાએ આ મેચને 79 રનથી જીતીને ટ્રોફી પોતાના નામે કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.