બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:31 AM, 28 September 2025
એશિયા કપ 2025નું ફાઇનલ હવે કલાકોની જ દૂર છે. 41 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભારત અને પાકિસ્તાન આ ટૂર્નામેન્ટના ફાઇનલમાં સામસામે આવી રહ્યા છે. બંને ટીમો લીગ સ્ટેજ અને સુપર-4માં ટકરાઈ ચૂકી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ બંને વખત સરળ જીત મેળવી હતી. હવે નજરો ફક્ત ફાઇનલ મુકાબલા પર છે, પરંતુ ચાહકોના મનમાં એક મોટો સવાલ છે — જો મેચ દરમ્યાન વરસાદે ખલેલ પાડી તો ટ્રોફી કોને મળશે?
ADVERTISEMENT

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ ફાઇનલ માટે કોઈ રિઝર્વ ડે રાખ્યો નથી. વરસાદની સ્થિતિમાં ACCની કોશિશ રહેશે કે ઓછામાં ઓછી 6-6 ઓવરની ઇનિંગ્સનો મેચ રમાડવામાં આવે. જો તે પણ શક્ય નહીં બને તો સુપર ઓવરથી પરિણામ કાઢવાનો પ્રયત્ન કરવામાં આવશે. સુપર ઓવર પણ ન થઈ શકે તો, ACCના નિયમ મુજબ ભારત અને પાકિસ્તાન બંનેને જ ચેમ્પિયન જાહેર કરવામાં આવશે.હવે ચાહકોની નજર માત્ર એ પર છે કે 28 સપ્ટેમ્બરના ફાઇનલમાં આઈકોનિક મુકાબલો પૂરો થઈ શકે છે કે વરસાદે આખો રંગ બગાડી દેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ફાઇનલમાં પરિણામ આવવું જ જોઈએ તેવી કોઈ ફરજ નથી. વરસાદ કે અન્ય કારણસર મેચ ન થઈ શકે તો બંને ટીમો ટ્રોફી શેર કરશે. એટલે કે, ઈતિહાસમાં પહેલીવાર એશિયા કપમાં સંયુક્ત વિજેતા મળી શકે છે.
વધુ વાંચો : એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ફાઈનલ જંગ, કોનું પલડું ભારે? જુઓ હેડ ટુ હેડ રેકોર્ડ
ADVERTISEMENT
એશિયન ક્રિકેટ કાઉંસિલે પુષ્ટિ કરી છે કે એશિયા કપ 2025ની ફાઈનલ માટે એક રિઝર્વ ડે નિર્ધારિત કર્યો છે, જે સોમવાર એટલે કે 29 સપ્ટેમ્બરે થવાની છે. આ વિકલ્પ મોટી ટૂર્નામેન્ટ દરમ્યાન ફાઈનલ જેવી મેચ માટે હંમેશા રાખવામાં આવે છે. આવું કરવું પ્રોટોકોલનો ભાગ છે. જો રિઝર્વ ડે પર પણ મેચ સંપૂર્ણપણે વરસાદની ઝપટમાં આવી જાય અને ખતમ ન થઈ શકે તો ટૂર્નામેન્ટના નિયમ એ દુર્લભ સ્થિતિને કવર કરે છે. જો સોમવારે રમત બાદ પણ કોઈ પરિણામ ન નીકળી શકે તો ટ્રોફી ભારત અને પાકિસ્તાન વચ્ચે સહિયારી વહેંચી દેવામાં આવશે. તેનો મતલબ એ હશે કે બંને દેશ સંયુક્ત ચેમ્પિયન બની જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.