ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયાને જોઈ શોએબ અખ્તરનો પરસેવો છૂટ્યો, કહ્યું- ભારતની જીત પાક્કી!

એશિયા કપ 2025 / ટીમ ઈન્ડિયાને જોઈ શોએબ અખ્તરનો પરસેવો છૂટ્યો, કહ્યું- ભારતની જીત પાક્કી!

Published By: Pravin Joshi

Last Updated: 07:21 PM, 10 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા એશિયા કપ 2025માં મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમે પોતાનો પહેલો મુકાબલો UAE સામે રમવાનો છે. આ મેચ પહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ટીમ ઈન્ડિયાની ટીમ અંગે મોટું નિવેદન આપ્યું છે.

ADVERTISEMENT

એશિયા કપ 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમ જાહેરાત થયા બાદ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં એક યુવા અને તાકાતવર સ્ક્વોડ ખિતાબ બચાવવા ઉતરશે. આ વખતે ભારતીય ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓ ભલે ના હોય, પરંતુ ટીમનો બેલેન્સ એટલો મજબૂત છે કે પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર પણ તેની પ્રશંસા કર્યા વિના રહી ન શક્યા.

asia-cup-team-india

શોએબ અખ્તરનું રિએક્શન

પાકિસ્તાનના એક ન્યૂઝ શોમાં શોએબ અખ્તર, મિસ્બાહ-ઉલ-હક, શોએબ મલિક અને ઉમર ગુલ સાથે ચર્ચા કરતા જોવા મળ્યા. ભારતીય સ્ક્વોડ જોયા બાદ અખ્તરે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, અરે, અભિષેક પણ છે, બુમરાહ પણ છે, સંજુ સેમસન પણ છે, તિલક વર્મા પણ છે. હાર્દિક, અર્શદીપ, રિંકુ, શુભમન, સૂર્યા, શિવમ દુબે, અક્ષર પટેલ… યાર, હવે તો પ્રશ્ન એ છે કે આટલી મજબૂત ટીમમાંથી કોને બહાર બેસાડવામાં આવશે ?

shoaib-akhtar.jpg

ભારતીય સ્ક્વોડની તાકાત

ટીમમાં અભિષેક શર્મા, શુભમન ગિલ, સંજુ સેમસન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રinku સિંહ, બુમરાહ, અર્શદીપ સિંહ, શિવમ દુબે, અક્ષર પટેલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર્સ છે. એક તરફ અનુભવી ખેલાડીઓ તો બીજી તરફ યુવા પ્લેયર્સ બંનેનો સમન્વય ટીમને અતિશય મજબૂત બનાવે છે.

Asia-Cup-2025

ભારત vs UAE મુકાબલો

અખ્તરે ભારત અને યુએઈ વચ્ચેના પ્રથમ મુકાબલાને લઈને કહ્યું, અમે જાણીએ છીએ કે UAE હારશે. મારા મત મુજબ, જો તેઓ થોડા ઓછા અંતરથી પણ હારે તો તે તેમના માટે જીત સમાન હશે. કમ સે કમ થોડી લડાઈ તો બતાવો.

વધુમાં વાંચો: પૃથ્વી શોની મુશ્કેલીમાં વધારો! 2 વર્ષ જૂના કેસમાં કોર્ટે ફટકાર્યો દંડ, રકમ જાણીને ચોંકી જશો

ભારતની સ્ક્વોડ માત્ર એશિયા કપ જ નહીં, પરંતુ આવતા વર્ષોમાં પણ T20 ક્રિકેટમાં દમદાર સાબિત થઈ શકે છે. શોએબ અખ્તરની આ પ્રતિક્રિયા એ સ્પષ્ટ કરે છે કે પાડોશી દેશો પણ ટીમ ઈન્ડિયાની શક્તિથી અજાણ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ShoaibAkhtar Asia Cup 2025 Indian Cricket Team

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ