બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / 'તે આંસુ યાદ રહેશે...', વિરાટના ટેસ્ટ રિટાયરમેન્ટ પર અનુષ્કા શર્માએ લખી ભાવુક પોસ્ટ
Last Updated: 05:27 PM, 12 May 2025
અનુષ્કા શર્મા હમેશાથી પોતાના પતિ વિરાટ કોહલી સાથે કોઈ પણ પરિસ્થિતિમાં બેકબોનની જેમ ઊભી રહી છે. 12 મે સોમવાર ક્રિકેટ સોમવારે ક્રિકેટ ફેન્સને મોટો દિવસ માનવામાં આવશે, કેમ કે કિંગ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. કોહલીના ટેસ્ટથી સંન્યાસને લઈને અનુષ્કા શર્માએ સોશિયલ પર એક લેટેસ્ટ પોસ્ટ શેર કરી છે અને તેના શાનદાર કરિયરને શાનદાર શબ્દોમાં વ્યક્ત કર્યું .
ADVERTISEMENT
વિરાટના ટેસ્ટ સન્યાસ પર અનુષ્કાનું રીએક્શન
અનુષ્કા શર્માએ વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટથી રિટાયરમેન્ટને લઈને પોતાની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લેટેસ્ટ પોસ્ટ શેર કરી છે. જેમાં તેને કોહલીના ટેસ્ટ ક્રિકેટ પ્રવાસની ઇનસાઇડ ડિટેલ્સ જણાવી છે અને લખ્યું છે-
ADVERTISEMENT
ADVERTISEMENT
તે રેકોર્ડ અને માઈલસ્ટોન વિશે વાત કરશે. પરંતુ મને તે આંસુ યાદ આવશે જે સંધર્ષના દિવસોમાં કોઈએ નથી જોયા. તમે રમતના આ ફોર્મેટને અતૂટ પ્રેમ આપ્યો છે. મને ખબર છે કે આ બધાએ તમારી પાસેથી કેટલું બધું છીનવી લીધું છે, દરેક ટેસ્ટ સીરિઝ પછી તમે થોડા વધુ સમજદાર અને નમ્ર બનતા જાઓ છો.

ADVERTISEMENT
માત્ર એટલું જ નહીં આના માધ્યમે મે તમને વિકસિત થતાં પણ જોયા છે. મે આ કલ્પના કરી હતી એક તમે સફેદ કપડાંમાં ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેશો. પરંતુ તમે હંમેશાની જેમ પોતાના હ્રદયનું સાંભળ્યું. એટલું કહેવા ઈચ્છું છું કે દરેક સમયે તમે મારો વધુ પ્રેમ કમાવ્યો છે.
આ રીતે અનુષ્કા શર્માએ વિરાટ કોહલીના ટેસ્ટ સન્યાસ પર પોતાના દિલની વાત લખી છે. જણાવી દઈએ કે કોહલીએ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ આ વર્ષે ઓસ્ટ્રેલીયામાં રમી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો:કોહલીએ નિવૃત્તિ પોસ્ટમાં 269નો નંબરનો કર્યો ઉલ્લેખ, જાણો કેમ ખાસ છે આ આંકડો
લંડન રવાના થયો વિરાટ
ADVERTISEMENT
ટેસ્ટ ક્રિકેટના રિટાયરમેન્ટની જાહેરાત બાદ વિરાટ કોહલીને પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે મુંબઈના એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો. માનવામાં આવે છે કે કોહલી પોતાની સાથે લંડન માટે રવાના થયો છે. જોકે, આઇપીએલ 2025 ના અપકમિંગ શેડ્યૂલની જાહેરાત બાદ તે પોતાની ટીમ RCB સાથે ફરીથી જોડાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.