બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Spokesman pleads guilty to mental illness

ચોર પે મોર / બોલો લ્યો, ગ્રીષ્મા હત્યા કેસનો આરોપી ફેનિલ માનસિક અસ્વસ્થ હોવાની વકીલની અરજી, કોર્ટનું તારણ -'નો'

Mehul

Last Updated: 06:21 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી અગાઉ આરોપીના વકીલે કોર્ટમાં કરી અરજી. સરકારી વકીલે કોર્ટમાં અરજીનો વિરોધ કર્યો હતો. વકીલે આરોપી માનસિક અસ્વસ્થ હોવાનો કર્યો દાવો

  • આરોપીના વકીલની અરજી,અસીલ માનસિક અસ્વસ્થ 
  • સરકારી વકીલે કર્યો અરજીનો વિરોધ, કોર્ટે કરી પૂછ પરછ 
  • કોર્ટનું તારણ, આરોપી ફેનિલ માનસિક અસ્વસ્થ નથી 

 

ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં સુરતમાં ગ્રીષ્માની જાહેરમાં હત્યાનો જેટલો સીધો હતો એટલો સરળ નહતો.આજે સેશન્સ કોર્ટમાં આરોપી ફેનીલના વકીલનો લૂલો બચાવ સામે આવ્યો હતો.આરોપી ફેનિલનાં વકીલે પોતાનો અસીલ માનસિક અસ્વસ્થ હોવાનો દાવો કર્યો હતો.

સુનાવણી પહેલા કરાઈ અરજી 

આજે સુરતની સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી જેમાં સુનાવણી અગાઉ આરોપીના વકીલે કોર્ટમાં અરજી કરી હતી ત્યારે સરકારી વકીલે કોર્ટમાં અરજીનો વિરોધ કર્યો હતો. મુખ્ય સેશન્સ જજે ચેમ્બરમાં આરોપીને સવાલો પૂછ્યા હતા. મહત્વનું છે કે, સવાલ જવાબ બાદ આરોપી અસ્વસ્થ ન હોવાનું કોર્ટનું તારણ સામે આવ્યું હતું.આરોપી માનસિક અસ્વસ્થ નથીના તારણ સાથે અરજી નામંજૂર કરવામાં આવી હતી. સાથોસાથ ગ્રીષ્માના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબની પણ  જુબાની લેવાઈ હતી. હવે ગુરુવારે કોર્ટમાં ગ્રીષ્મા કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.  

ફેબ્રુઆરીના બીજા સપ્તાહની ઘટના 

સુરતના કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયાની ઘાતકી રીતે હત્યા કરી નાખી હતી. જે બાદ સુરત સહિત ગુજરાત ભરમાં આ સનકી હત્યારાને કડક સજા થાય તેવી માંગ ઉઠી છે. ફેનિલ છેલ્લા ઘણા દિવસથી યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો.આજે અચાનક છરી જેવા ધારદાર હથિયાર સાથે લઈ યુવતીના ઘર બહાર તોફાન મચાવ્યું હતું. જે બાદ યુવતીના મોટા પિતાએ ગુસ્સે થઈ યુવકને હાંકી કાઢતા છરીથી હુમલો કરી દીધો હતો.યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી રહ્યો હતો. ઘણા લોકો હતા પણ  ડરના માર્યા દૂર ઊભા રહી તમાશો જોતાં રહ્યા હતા. યુવકે અચાનક યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી હુલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.

પોલીસ પર પણ હુમલો કરવા ચડી આવ્યો હતો 

હત્યારા યુવકનો આંતક આ સુધી સિમિત રહ્યો ન હતો. મોડેથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલાની કોશિશ કરી હતી. અને ત્યાર બાદ હાથની નસ કાપી ઝેરી ગોળી ખાઈ લીધી હતી.  ઘાયલ મૃતક યુવતીના ઈજાગ્રસ્ત ભાઈ અને પિતા સહિત આરોપીને સ્વિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. પોલીસે યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ