બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

VTV / બિઝનેસ / sovereign gold bond sgb scheme third series to open soon in december buy gold on cheapest price

Investment / સસ્તા ભાવમાં સોનું ખરીદવાની સોનેરી તક: સરકાર જ આપી રહી છે ઓફર, વ્યાજ અને રિટર્ન પણ જોરદાર... જાણો કઈ રીતે ખરીદશો

Manisha Jogi

Last Updated: 02:14 PM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે સોનુ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારે આ જાણવું ખૂબ જ જરૂરી છે. સોવરેન ગોલ્ડ બોન્ડનો ત્રીજા હપ્તો જાહેર થશે અને 5 દિવસ સુધી ઓછી કિંમતે સોનામાં રોકાણ કરી શકો છો.

  • સોવરેન ગોલ્ડ બોન્ડનો ત્રીજા હપ્તો જાહેર થશે
  • સરકાર પાસેથી સોનુ ખરીદી શકો છો
  • ઓછી કિંમતે સોનામાં રોકાણ કરી શકો છો

જો તમે સોનુ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારે આ જાણવું ખૂબ જ જરૂરી છે. તમે સરકાર પાસેથી સીધા સરકાર પાસેથી સોનુ ખરીદી શકો છો. સોવરેન ગોલ્ડ બોન્ડનો ત્રીજા હપ્તો જાહેર થશે અને 5 દિવસ સુધી ઓછી કિંમતે સોનામાં રોકાણ કરી શકો છો. 

18 ડિસેમ્બરે હપ્તો જાહેર થશે
સરકાર 18 ડિસેમ્બર 2023ના રોજ નાણાંકીય વર્ષ 2023-24 માટે સોવરેન ગોલ્ડ બોન્ડનો ત્રીજા હપ્તો જાહેર કરશે. જેમાં 22 ડિસેમ્બર સુધી ખરીદી કરી શકશો. પહેલો હપ્તો 19 જૂનથી 23 જૂન સુધી જાહેર થયો હતો, બીજો હપ્તો 11 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ખુલ્યો હતો. આ સ્કીમ હેઠળ સરકાર બજાર ભાવ કરતા ઓછી કિંમતે સોનુ ખરીદવાની તક આપે છે. નાણાંકીય વર્ષ 2023-24નો ચોથો હપ્તો ફેબ્રુઆરી 2024માં ખુલશે અને તે માટેની તારીખ 12થી 16 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. 

સોનાની કિંમત 
સોવરેન ગોલ્ડ બોન્ડનો ત્રીજા હપ્તા માટે સોનાની કિંમત નક્કી કરવામાં આવી નથી. સપ્ટેમ્બરમાં જે હપ્તો જાહેર થયો તે માટે સરકારે સોનાની કિંમત પ્રતિ ગ્રામે 5,923 રૂપિયા નક્કી કરી હતી. આ સ્કીમ હેઠળ જે સોનુ વેચવામાં આવે છે, તે એક પ્રકારનું પેપર ગોલ્ડ અને ડિજિટલ ગોલ્ડ હોય છે. જેમાં એક સર્ટીફિકેટ આપવામાં આવે છે કે, તમે કઈ કિંમતે સોનુ ખરીદો છો. આ ડિજિટલ ગોલ્ડ ખરીદવાની રિટર્ન મળવાની સંભાવના વધુ રહે છે. 

સોવરેન ગોલ્ડ બોન્ડમાં વાર્ષિક 2.5 ટકા વ્યાજ આપવામાં આવે છે, જે અશ્યોર્ડ રિટર્ન હોય છે. ઉપરાંત આ સ્કીમમાં સોનુ ખરીદવાથી સરકારે નક્કી કરેલ રેટ પર વધારાની છૂટ આપવામાં આવે છે. 

2015માં આ સ્કીમની શરૂઆત
RBIએ નવેમ્બર 2015થી આ સ્કીમની શરૂઆત કરી હતી. આ સ્કીમે 8 વર્ષમાં વાર્ષિક 12.8 ટકા રિટર્ન આપ્યું છે. ફિઝિકલ ગોલ્ડની માંગ ઓછી કરવાના ઈરાદાથી સરકારી ગોલ્ડ બોન્ડ યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં રોકાણ પર સુરક્ષાની ગેરંટી આપવામાં આવે છે.

રોકાણકારો રોકડથી પણ ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી શકે છે. જેટલી રકમનું સોનુ ખરીદવામાં આવે તેટલી કિંમતનું સોવરેન ગોલ્ડ બોન્ડ જાહેર કરવામાં આવે છે. આ સ્કીમનો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષનો હોય છે. 5 વર્ષ પછી આ વિડ્રો કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. આ સ્કીમમાં 24 કેરેટ (99.99 ટકા શુદ્ધ સોનુ) સોનામાં રોકાણ કરી શકો છો. 

ઓનલાઈન ખરીદી પર છૂટ
સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ ઓનલાઈન સોનાની ખરીદી કરવામાં આવે તો પ્રતિ ગ્રામ પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સ્કીમ હેઠળ 1 ગ્રામ સોનામાં પણ રોકાણ કરી શકો છો. આ સ્કીમ હેઠળ એક વ્યક્તિ મહત્ત્મ 500 ગ્રામ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. આ બોન્ડ સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, નોમિનેટેડ પોસ્ટઓફિસ અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ જેવી નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જના માધ્યમથી વેચી શકાય છે. ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA) દ્વારા 999 શુદ્ધતા ધરાવતા ગોલ્ડની ક્લોઝિંગ પ્રાઈસના આધાર પર નક્કી થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ