બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / sonu sood again showed generosity provided 12 doses of injection free to an elderly woman suffering from black fungus

મદદનો હાથ / સોનૂ સૂદે ફરી દેખાડી દરિયાદિલીઃ હવે બ્લેક ફંગસથી પીડિત વૃદ્ધ મહિલાને આ રીતે કરી મોટી મદદ

Published By: Bhushita

Last Updated: 09:18 AM, 21 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાની એક વૃદ્ધ મહિલાને બ્લેક ફંગસની તકલીફમાં બોલિવૂડ એક્ટર સોનૂ સૂદે મદદ કરી અને તેને ફ્રીમાં ઈન્જેક્શનના 12 ડોઝ પહોંચાડ્યા છે.

  • સોનૂ સૂદે ફરી દેખાડી દરિયાદિલી
  • બ્લેક ફંગસથી પીડિત વૃદ્ધ મહિલાને કરી મદદ
  • જાણ થતા મોકલી દીધા 12 ઈન્જેક્શન્સ ફ્રીમાં


દેશમાં એક તરફ કોરોના વાયરસના સંક્રમણ સામે લોકો લડી રહ્યા છે ત્યારે કેટલાક લોકો ભગવાન બનીને લોકોની મદદ કરી રહ્યા છે. આવો કિસ્સો બ્લેક ફંગસની બીમારીને લઈને રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સામે આવ્યો છે. અહીં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ થયેલી વૃદ્ધ મહિલાને માટે બોલિવૂડ એક્ટર સોનૂ સૂદની તરફથી સંચાલિત સોનૂ સૂદ ફાઉન્ડેશન મદદ કરવા આગળ આવ્યું છે. 

કોરોનાથી પીડિત મહિલા બ્લેક ફંગસની બીમારીનો બની શિકાર
આ વૃદ્ધ મહિલા થોડા દિવસથી કોરોના વાયરસથી સંક્રમિત થઈ અને સારવાર બાદ જ્યારે ડિસ્ચાર્જ લઈ રહી હતી ત્યારે બ્લેક ફંગસની ઝપેટમાં આવી.  

આ રીતે મળી સોનૂ સૂદ દ્વારા મદદ
ઉલ્લેખનીય છે કે વૃદ્ધ મહિલાના દીકરા અમને કહ્યું કે તેની માતા મનજીત કૌરને બ્લેક ફંગસનું ઈન્જેક્શન નહીં મળવાના કારણે તેઓએ જોધપુરના એક વ્યક્તિની મદદ માંગી અને તેની મદદથી સોનૂ સૂદ સાથે સંપર્ક થયો. સોનૂએ તેમના સ્વાસ્થ્યની જાણકારી લીધી અને તરત જ 12 ઈન્જેક્શનની મદદના ભાગરૂપે ફ્રીમાં વૃદ્ધ મહિલાના પરિવારને માટે મોકલી આપ્યા. 

 


ભગવાન બનીને મદદ કરવા આવ્યા સોનૂ સૂદ
વૃદ્ધ મહિલાની દીકરી કમલે વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે સોનૂ સૂદ ફાઉન્ડેશને ઓછા સમયમાં 12 ઈન્જેક્શન ફ્રીમાં આપ્યા છે અને મારી માતાની સારવાર શરૂ થઈ શકી છે. એવામાં પરિવાર માટે સોનૂ સૂદ ભગવાન સાબિત થયા છે. 
 
ઈન્જેક્શન મળ્યા બાદ સમયસર શરૂ થઈ સારવાર
મહિલાની સારવાર કરી રહેલા ડો. અભિષેક ગપ્તાએ કહ્યું કે મનજીત કૌર પહેલા કોરોના વાયરસથી સંક્રમિત હતા અને હવે બ્લેક ફંગસની સમસ્યાથી પીડિત છે. મહિલાના પરિવારના લોકોના પ્રયાસો બાદ સોનૂ સૂદે ગણતરીના કલાકોમાં ઈન્જેક્શનની મદદ પહોંચાડી છે. તેનાથી મહિલાની સારવાર સમયસર શરૂ થઈ છે. સમગ્ર ગંગાનગર જિલ્લાના રહેવાસીઓએ આ મદદ માટે એક્ટર સોનૂ સૂદનો દિલથી આભાર માન્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Black Fungus Help Rajasthan Sonu Sood injections woman help ઈન્જેક્શન્સ બ્લેક ફંગસ મદદ સારવાર સોનૂ સૂદ Sonu sood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ