ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / sonu nigam shared happy times video of his mumbai concert in this event singer was attacked

બોલિવુડ / સોનુ નિગમે શેર કર્યો મુંબઇ ઇવેન્ટનો અનસીન વીડિયો, શો દરમ્યાન MLAના દીકરાએ કર્યો હતો એટેક

Published By: Premal

Last Updated: 12:49 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારે રાત્રે મુંબઈમાં એક ઈવેન્ટ દરમ્યાન સોનુ નિગમ અને તેમની ટીમ સાથે મારામારીનો મામલો સામે આવ્યો હતો. આ મામલા બાદ સિંગરે હવે ઈવેન્ટ પરથી હેપ્પી ટાઈમ્સનો વીડિયો ઈન્સ્ટા પર શેર કર્યો છે.

ADVERTISEMENT

  • સોનુ નિગમ અને તેમની ટીમ સાથે મારામારીનો મામલો સામે આવ્યો
  • સિંગરે હવે હેપ્પી ટાઈમ્સનો વીડિયો ઈન્સ્ટા પર શેર કર્યો
  • સિંગર સોનુ નિગમે ઈવેન્ટના ઘણા વીડિયો શેર કર્યા

સોનુ નિગમ સાથે સેલ્ફી માટે મારામારીનો મામલો સામે આવ્યો હતો

હાલમાં મુંબઈના ચેમ્બુરમાં એક ઈવેન્ટ દરમ્યાન બોલીવુડ સિંગર સોનુ નિગમ સાથે સેલ્ફી માટે મારામારીનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં સોનુના ઉસ્તાદના પુત્ર રબ્બાની ખાનને ઈજા થઇ હતી. ત્યારબાદ સિંગરે ધારાસભ્ય પ્રકાશ ફટેરપેકરના આરોપી પુત્ર સ્વપ્નિલ ફટેરપેકર સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને મીડિયા સમક્ષ આખા મામલાને ઉજાગર પણ કર્યો હતો. તો હવે આખા મામલા બાદ સોનુએ પહેલી વખત ઈન્સ્ટા પર આ ઈવેન્ટના હેપ્પી ટાઈમ્સના અનસીન વીડિયો શેર કર્યા છે. 

સોનુએ હેપ્પી ટાઈમ્સના વીડિયો કર્યા શેર

સોનુએ તેના ઈન્સ્ટા પર ઈવેન્ટના ઘણા વીડિયો શેર કર્યા છે. પહેલા વીડિયોમાં સિંગર પોતાના ગીત 'બિજુરિયા' પર ઈલેક્ટ્રીક પર્ફોમન્સ આપતા જોઇ શકાય છે. ત્યારબાદ તેમણે ફિલ્મ 'બૉર્ડર' પરથી 'સંદેશ આવે છે' ગીત પર પોતાના પર્ફોમન્સથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. સિંગરે અગ્નિપથ પરથી અભી મુઝ મેં કહી પર પોતાની દ્રદયદ્રાવક પર્ફોમન્સનો વીડિયો પણ શેર કર્યો છે. આ પોસ્ટને શેર કરતા સોનુએ લખ્યું, "હેપ્પીયર ટાઈમ ફ્રોમ લાસ્ટ નાઈટ." 

મ્યુઝીક ઈવેન્ટમાં સોનુ નિગમ સાથે શું થયુ હતુ? 

ઉલ્લેખનીય છે કે સોમવારે રાત્રે મુંબઈમાં થયેલી આ ઈવેન્ટમાં સોનુ નિગમ અને તેમની ટીમના અમુક સભ્યો સાથે મારામારીનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો હતો. બાદમાં જાણવા મળ્યું કે ધારાસભ્ય પ્રકાશ ફટેરપેકરના પુત્ર સ્વપ્નિલ ફટેરપેકરે પહેલા સિંગરના મેનેજર સાથે ગેરવર્તન કર્યુ હતુ. પછી જ્યારે સોનુ સ્ટેજ પરથી નીચે ઉતરી રહ્યાં હતા તો ધારાસભ્યના પુત્રએ તેમની સાથે સેલ્ફી લેવા માટે કહ્યું પરંતુ સોનુએ ના પાડી દીધી. જેનાથી અકળાયેલા સ્વપ્નિલે સોનુના બોડીગાર્ડને ધક્કો મારી દીધો. આ દરમ્યાન જ્યારે સોનુના નજીકના રબ્બાની ખાન વચ્ચે બચાવ માટે આવ્યાં તો સ્વપ્નિલે તેમને પણ ધક્કો માર્યો અને રબ્બાની ખાન નીચે પડી ગયા તેમને ઘણી ઈજા પણ થઇ. ઈજા પામેલા રબ્બાનીને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Concert Unseen Video Happy Times Video Mumbai Concert Sonu Nigam Mumbai Concert

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ