બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Someone's land in Mahisagar has gone up in someone's name

વિમાસણ / કોઈની જમીન,કોઈના નામે, કોઈના ખાતામાં `તળાવ' ચડી ગયા, મહીસાગરમાં સેટેલાઈટ સરવેએ જુઓ કેવા કર્યા ગોટાળા

Dinesh

Last Updated: 11:50 PM, 17 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગર જિલ્લાના સજ્જનપુર ગામના ધરતીપુત્રોના દુખડાની કહાની રજૂ કરી રહ્યા છે. કેમ કે, તેઓ વર્ષોથી જે જમીન ખેડતા હતા તે જમીન સરકારના સેટેલાઈટ સર્વેમાં કોઈ બીજાના જ ખાતામાં બોલી રહી છે.

  • મહીસાગરમાં કોઈની જમીન, કોઈના નામે
  • સેટેલાઈટ સરવેએ ગોટાળો સર્જ્યો
  • કોઈના ખાતામાં `તળાવ' ચડી ગયા


વાત છે સેટેલાઇટ સર્વેએ સર્જેલા ગોટાળાની. એક એવો ગોટાળો જેમાં જમીન સર્વેનંબરો બદલાઈ ગયા. ખેડૂતો બદલાઈ ગયા અને સ્થળ તેમજ સ્થિતિ બદલાઈ ગઈ. એક એવો ગોટાળો જેમાં ખેતરના બદલે ગામના રોડ ખેડૂતોના નામે થઈ ગયા. સેટેલાઈટ સર્વેબાદ હવે કયા ગામના ખેડૂતો ચડ્યા ગોથે.

ખેડૂતો વિમાસણમાં મૂકાયા
હાથમાં ગામ નમૂના નંબરની કોપી લઈને ઊભેલા આ ધરતીપુત્રો, સરકારના  સેટેલાઈટ સર્વે સામે જાણે અરીસો ધરી રહ્યા છે. સરકારે રાજ્યની ખેતીની જમીનનો સેટેલાઈટ સર્વે કર્યો હતો, તેમાં કેવા કેવા ગોટાળા થયા છે તે જોવા માટે આ કોપીઓ પૂરતી છે. મહીસાગર જિલ્લાના સજ્જનપુર ગામના ધરતીપુત્રોના દુખડાની કહાની રજૂ કરી રહ્યા છે. કેમ કે, તેઓ વર્ષોથી જે જમીન ખેડતા હતા, મહેસૂલ ભરતા હતા તે જમીન સરકારના સેટેલાઈટ સર્વેમાં કોઈ બીજાના જ ખાતામાં બોલી રહી છે. ત્યારે જગતનો તાત ખેતીની જમીન પર પોતાની માલિકને લઈને વિસામણમાં મૂકાઈ ગયો છે.

સરવે રદ કરવાની ઊઠી માગ
સજ્જનપુર ગામમાં સરકાર દ્વારા જમીન માપણીને લઈ ને જે સર્વે કરવામાં આવ્યો, તેમાં ખેડૂતોના સર્વે નંબર બદલાઈ ગયાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. જમીનનો ભોગવટો મૂળ ખેડૂત પાસે પરંતુ તે સર્વે નંબર અન્ય ખેડૂતના નામે ચડી ગયા જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, હદ તો ત્યારે થઈ જ્યારે ગામમાં જવાનો મુખ્ય માર્ગ એક ખેડૂતના નામે ચડી ગયો અને ગામનું તળાવ અને નાળું પણ ખેડૂતના નામે થઈ ગયા. આમ સર્વે નંબરની અદલાબદલી થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ખેડૂતોની માગણી છે કે, જમીનો જૂની પદ્ધતિથી જ રિસર્વે કરવામાં આવે. 

આપણું દેશી ભારત હવે ડિજિટલ ઇન્ડિયા બનવા તરફ જઈ રહ્યું છે. પરંતુ તેના પ્રયોગો ઘણીવાર મોટી ઊથલપાથલ સર્જી રહ્યા છે. આથી જરૂરી છે કે, પૂરતું હોમવર્ક કર્યા બાદ જ આવા પ્રયોગો કરવામાં આવે. હાલ તો સજ્જનપુરના ખેડૂતો સેટેલાઈટ જમીનમાપણીને રદ કરી નવેસરથી સર્વે કરવા માટે સરકારને વિનંતી કરી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે ખેડૂતોની મુંજવણનો અંત ક્યારે આવે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ