ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / some goons threatened with swords after denieing to come in garba

અમદાવાદ / ગરબામાં આવવાની ના પાડતાં અસામાજિક તત્ત્વોનો આતંક, તલવાર લઈ રસ્તા પર નીકળ્યા

Published By: Ravi

Last Updated: 05:05 PM, 2 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરના ખોખરા હાટકેશ્વર વિસ્તાર જાણે અસામાજિક તત્ત્વોનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ભાઇપુરામાં આવેલી બાબુભાઇની ચાલીમાં બે યુવકોની ઘાતકી હત્યાને ૨૪ કલાક પણ નથી થયા ત્યારે અમુક અસામાજિક તત્વ દ્વારા મહેશ્વરી સોસાયટીમાં આતંક મચાવતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

  • હાટકેશ્વરનો બનાવઃ તલવારો સાથે આવેલા શખ્સોએ કારના કાચ તોડ્યા
  • સાગરીતોએ મોઢા પર રૂમાલ બાંધીને તલવારો લઇને દોડી આવ્યા હતા 

અસામાજિક તત્ત્વોએ ધોળા દિવસે તલવારો લઇને રીતસરનો આંતક મચાવતાં ફફડાટ મચી ગયો 

ભાઇપુરામાં આવેલી બાબુભાઇની ચાલીમાં બે યુવકોની હત્યાના ૫૦૦ મીટરના અંતરે આવેલી મહેશ્વરી સોસાયટીમાં અસામાજિક તત્ત્વોએ ધોળા દિવસે તલવારો લઇને રીતસરનો આંતક મચાવતાં ફફડાટ મચી ગયો છે. બે યુવકોની હત્યામાં પોલીસનું સતત પેટ્રોલિંગ હોવા છતાંય આ ઘટના બનતાં પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે. 

પથ્થરમારો કરીને બે કારના કાચ તોડ્યા 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હાટકેશ્વર સ્મશાન ગૃહને પોતાનો અડ્ડો બનાવીને બેઠેલા રાજુ ઉર્ફે રાજન તેનો ભાઇ અક્ષય અને અન્ય કેટલાંક અસામાજિક તત્ત્વો એ ગઇ કાલે સાંજે મહેશ્વરી સોસાયટીમાં તલવાર લઇને ઘૂસી ગયા હતા અને પથ્થરમારો કરીને બે કારના કાચ તોડ્યા હતા. મહેશ્વરી સોસાયટીમાં રહેતા છનાભાઇ પરમારે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે દોઢ વર્ષ પહેલા રાજુ ઉર્ફે રાજને તેમના ભાણેજ હર્ષવર્ધન ઝાલાના માથા પર બેટના ફટકા માર્યા હતા જેમાં પોલીસે રાજુને તડીપાર કર્યો હતો. 

મહિલાઓને જોઇને અશ્લીલ ચેનચાળા કરતા હત્યા ત્યારે સોસાયટીના રહીશોએ વાંધો ઉઠાવ્યો હતો

નવરાત્રિના પહેલા દિવસે રાજુ અને તેના સાગરીતો મહેશ્વરી સોસાયટીમાં ગરબા જોવા માટે ગયા હતા. જ્યાં તેઓ યુવતી તેમજ મહિલાઓને જોઇને અશ્લીલ ચેનચાળા કરતા હત્યા ત્યારે સોસાયટીના રહીશોએ વાંધો ઉઠાવ્યો હતો અને છનાભાઇ સહિતના લોકોએ તેમને ગરબા જોવા નહીં આવવાનું કહ્યુ હતું. ગરબા જોવા માટેનો ઇનકાર કરતા મહેશ્વરી સોસાયટીના રહીશો પર ગુસ્સો રાખીને ગઇ કાલે રાજુ અને તેના સાગરીતોએ મોઢા પર રૂમાલ બાંધીને તલવારો લઇને દોડી આવ્યા હતા અને આતંક મચાવ્યો હતો. રાજુએ છનાભાઇની વર્ના અને જીપના કાચ તોડી નાખ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad gujarat hatkeshvar navaratri અસામાજિક તત્ત્વો ગરબા નવરાત્રી 2019 હાટકેશ્વર Ahmedaabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ