બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Some crit area to take advantage of EWS reserve

જાણવા જેવું / શું તમે જાણો છો કે EWS અનામતનો લાભ કોને મળી શકે? નહીં ને તો જુઓ તેના નિયમ સહિત સંપૂર્ણ વિગત

Dinesh Chaudhary

Last Updated: 03:05 PM, 7 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EWS અનામતનો લાભ લેવા માટે કેટલાક ક્રાઇટ એરિયા છે, જેમાં 5 એકરથી ઓછી ખેતીની જમીન હોવી જોઈએ તેમજ કુટુંબની વાર્ષિક આવક રૂ.8 લાખથી ઓછી હોવી જોઈએ

  • EWS અનામતનો લાભ માટે કેટલાક ક્રાઇટ એરિયા
  • 5 એકરથી ઓછી ખેતીની જમીન હોવી જોઈએ 
  • કુટુંબની વાર્ષિક આવક રૂ.8 લાખથી ઓછી હોવી જોઈએ


સુપ્રીમ કોર્ટે EWS અનામતની જોગવાઈ પર મહત્વનો ચુકાદો આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે 10 ટકા અનામત અંગે મોદી સરકારના નિર્ણયને માન્ય ગણાવ્યો છે. બેન્ચે કહ્યું કે આ અનામત બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અને ભાવનાનું ઉલ્લંઘન કરતું નથી. હવે જ્યારે EWS અનામતનો આદાલતમાં પણ હકારાત્મક ચુકોદો આવ્યો છે ત્યારે જાણી લઈ કે,  10% કોટા અનામતનો લાભ કોને મળી શકે છે તેમાં ક્યાં ક્યાં નિયમો છે.

103મો બંધારણીય સુધારો
જાન્યુઆરી 2019માં નરેન્દ્ર મોદી સરકારે 103મા બંધારણીય સુધારા હેઠળ EWS લાગુ કર્યો હતો. સરકારે આ બંધારણની કલમ 15 અને 16ની ખંડ 6માં ઉમેર્યો છે જેમાં નોકરી અને શિક્ષણમાં અનામત કાયેદો બનાવ્યો હતો. આ અંતર્ગત રાજ્ય સરકાર આર્થિક રીતે નબળા જનરલ કેટેગરી (EWS)ને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં અનામત પર 10 ટકા અનામત આપી શકે છે. ઉપરાંત કલમ 30(1) હેઠળ આવરી લેવામાં આવતી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ સિવાય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં (ખાનગી સંસ્થાઓ સહિત) આવી અનામત આપી શકાય છે.  

કોને લાભ મળશે
આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામત છે. આ અનામત માત્ર સામાન્ય વર્ગ એટલે કે સામાન્ય વર્ગના લોકો માટે છે. OBC (27%), SC (15%), અને ST (7.5%) અનામત પહેલાથી જ છે. EWS આરક્ષણની બાબત તમારી અને તમારા પરિવારની વાર્ષિક આવક પર આધાર રાખે છે. આ આરક્ષણનો લાભ લેવા માટે કુટુંબની વાર્ષિક આવક રૂ.8 લાખથી ઓછી હોવી જોઈએ. જેમાં આવકનો સ્ત્રોતોમાં માત્ર પગાર જ નહીં પરંતુ કૃષિ વ્યવસાય અને અન્ય વ્યવસાયોની આવકનો પણ સમાવેશ થાય છે. 

EWS અનામતનો લાભ લેવા ક્રાઈટ એરીયા
EWS અનામત હેઠળમાં 5 એકરથી ઓછી ખેતીની જમીન હોવી જોઈએ છે. આ સિવાય 200 ચોરસ મીટરથી વધુનો રહેણાંક મકાન હોવો જોઈએ નહીં, જેમાં નોંધનીય બાબત એ છે કે 200 ચોરસ મીટરથી વધુ જમીનનો રહેણાંક મકાન નગરપાલિકા હેઠળ ન હોવો જોઈએ.

EWS અનામતનો લાભ લેવા માટે?
 જો કે શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અરજી કરવા માટે કોઈ વય મર્યાદામાં છૂટછાટ નથી. આરક્ષણનો લાભ લેવા માટે EWS પાત્ર પાસે 'આવક અને સંપત્તિ પ્રમાણપત્ર' હોવું આવશ્યક છે. જે પ્રમાણપત્રની માન્યતા એક વર્ષની હોય છે. જે દર વર્ષે ફરી રીન્યુ કરાવવાનું રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

10% EWS reservation EWS લાભ General Category Supreme Court Worth knowing
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ