પોલીસ સ્ટેશન ઈન્ચાર્જની ગાડીના બોનેટ પર ઉતાર્યો વીડિયો
મામલો ડીજીપી સુધી પહોંચ્યો, ઈન્ચાર્જને સસ્પેંન્ડ કરાયા
સોશિયલ મીડિયામાં ફેન ફોલોઈંગ વધારવા માટે લોકો કોઈ પણ હદ જતા હોય છે અને ક્યારેક ન કરવાનું કરી નાખે છે. હવે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. હવે પંજાબના જલંધરમાં લેડી સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર પાયલ પરમારની હરકત સામે આવી છે. પાયલ પરમારે થાણા પ્રભારી અશોક કુમારની ગાડીની બોનેટ પર બેસીને પંજાબી સોંગ પર વીડિયો ઉતાર્યો હતો.
This viral video is from #Jalandhar in which a girl is standing next to the police vehicle and making a reel for social media. pic.twitter.com/qknD2YxFc9
મામલો રાજ્યના ડીજીપી સુધી પહોંચ્યો
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ મામલો પંજાબના ડીજીપી ગૌરવ યાદવ સુધી પહોંચ્યો તો તેમણે તરત જ જલંધર પોલીસ કમિશ્નર કુલદીપ સિંહ ચહલને સ્ટેશન હાઉસ ઓફિસર અશોક કુમાર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. આ પછી અશોક કુમારને હાજર કરાયા. જલંધરના ડીસીપી (સિટી) જગમોહન સિંહે કહ્યું કે, આ પ્રકારનો વીડિયો વાયરલ થવો ખોટું છે. પોલીસ કમિશ્નર કુલદીપ સિંહ ચહલે અશોક કુમારને લાઈન પર મોકલી દીધા છે. સાથે જ તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.
પાયલ પરમારે શું કહ્યું
આ વીડિયો વાયરલ થયા બાદ પાયલ પરમારે એક વીડિયો જાહેર કરીને પોતાનો ખુલાસો આપ્યો હતો. તેણે કહ્યું કે આ વીડિયો બર્થડે પાર્ટીનો છે. ત્યાં એક પોલીસ વાન હતી જેના પર તેણે આ વીડિયો બનાવ્યો હતો. કોઈના દિલને ઠેસ પહોંચાડવાનો તેનો કોઈ ઈરાદો નહોતો.
કોણ છે પાયલ પરમાર
વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાતી પાયલ પરમાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. આ પહેલાના પણ તેના ઘણા વીડિયો વાયરલ થયા છે.