બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Sidharth Shukla death last rites of Siddharth Shukla will be held today body of the actor will be handed over to the family at 11 am
ADVERTISEMENT
ટીવી અને ફિલ્મો સિવાય બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા હવે આપણી વચ્ચે રહ્યા નથી. ગુરુવારે હાર્ટ એટેકથી તેમનું નિધન થયાના સમાચાર સામે આવ્યા બાદ તમામ ફેન્સ અને સેલેબ્સમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
એક્ટિંગથી બની ગયા હતા ફેમસ
પોતાની ખાસ એક્ટિંગના કારણે ફેન્સને પોતાની તરફ કરી લેનારા સિદ્ધાર્થે બિગ બોસ 13માં વિજેતા બન્યા બાદ નવી ઉડાન ભરી હતી. આજે તેમના અંતિમ સંસ્કાર કરાશે.
ADVERTISEMENT

આજે 11 વાગે થશે અંતિમ સંસ્કાર
આજે સવારે 11 વાગે દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લાના પરિવારને તેમનું પાર્થિવ શરીર સોંપી દેવાશે. કહેવામાં આવી રહ્યું છે કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે મુંબઈ પોલિસ પણ આ સમયે તેમનું નિવેદન આપી શકે છે. મળતી માહિતી અનુસાર એક્ટરના પાર્થિવ શરીરને સવારે 9 વાગે બ્રહ્માકુમારી ઓફિસ લઈ જવાશે. અહીં પૂજા પાઠ બાદ તેના પાર્થિવ શરીરને ઘરે લઈ જવાશે. સિદ્ધાર્થના ઓશિવારાના બૈકુંઠભૂમિ વરમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે.
ADVERTISEMENT
આ સમયે છેલ્લી વાર માતા સાથે જોવા મળ્યા સિદ્ધાર્થ
મળતી માહિતી અનુસાર સિદ્ધાર્થને છેલ્લી વાર તેમની માતા સાથે રાતે વોક કરતા જોવા મળ્યા હતા. સિદ્ધાર્થે પોતે અનેક વાર કહ્યું હતું કે તે પોતાની માતાની ખૂબ નજીક છે. સિદ્ધાર્થે વર્ષ 2014માં ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં કામ કર્યું હતું અને આ ફિલ્મમાં તેમની સાથે વરુણ ધવન અને આલિયા ભટ્ટ હતા.

ADVERTISEMENT
શોકમાં ડૂબ્યા સેલેબ્સ
સિદ્ધાર્થ શુક્લા હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં સપોર્ટિંગ રોલમાં હતા. આ ફિલ્મમાં તેમની સાથે વરુણ ધવન અને આલિયા ભટ્ટ હતા.વરુણ ધવન પણ કાલે સિદ્ધાર્થ શુક્લાના ઘરે પહોંચ્યા અને સાથે જ રાજકુમાર રાવ, અસિમ રિયાજી, આરતી સિંહ, રશ્મિ દેસાઈ, જયભાનુશાલી જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા.
ADVERTISEMENT

પોલિસે શું કહ્યું
પોલિસના અનુસાર સિદ્ધાર્થ બુધવાર સુધી સાજા હતા. રાતે 3-4 વાગે તેમને થોડી અસહજતા લાગી અને તેઓએ છાતીમાં દર્દની ફરિયાદ કરી. તેઓએ ઠંડુ પાણી મંગાવીને પીધું અને સૂઈ ગયા. સવારે ફરીથી છાતીમાં દર્દની ફરિયાદ કરી અને પાણી માંગ્યું, પાણી પીતા અચાનક બેહોશ થઈ ગયા. ડોક્ટરની સલાહ અનુસાર તેમને કૂપર હોસ્પિટલ લઈ જવાયા. જ્યાં તેમને એડમિટ કરતા પહેલા મૃત જાહેર કરી દેવાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.