ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / shukra rahu yuti after holi can increase difficulties of these four zodiac signs

જ્યોતિષ જ્ઞાન / સાચવજો! ચાર રાશિના જાતકોની વધશે પરેશાની: હોળી પછી રાહુ અને શુક્ર બનાવી રહ્યા છે યુતિ

Published By: Premal

Last Updated: 02:52 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ તો શુક્ર ગ્રહ જીવનમાં ઘણા શુભ પરિણામ લઇને આવે છે, પરંતુ રાહુ, કેતુ અથવા મંગળની સાથે તેની યુતિ નકારાત્મક પ્રભાવનુ કારણ બની જાય છે. હોળીના બરોબર ચાર દિવસ બાદ 12 માર્ચે મેષ રાશિમાં શુક્ર અને રાહુની યુતિ બની રહી છે.

ADVERTISEMENT

  • હોળી બાદ બનશે રાહુ-શુક્રની યુતિ
  • શુક્ર-રાહુની આ યુતિથી ચાર રાશિના જાતકો ચેતજો
  • શુક્ર-રાહુની આ યુતિ તમને પહોંચાડી શકે નુકસાન 

શુક્ર-રાહુની આ યુતિ કઈ રાશિના જાતકોને મુશ્કેલીમાં નાખશે? 

આવો જાણીએ કે શુક્ર-રાહુની આ યુતિ કઈ રાશિના જાતકોને મુશ્કેલીમાં નાખી શકે છે. આ બંને ગ્રહ 6 એપ્રિલ 2023 સુધી સાથે રહેશે. જાણો શુક્ર-રાહુની આ યુતિ કઈ રાશિના જાતકોને નુકસાન પહોંચાડી શકે છે.

મેષ રાશિ: શુક્ર-રાહુની યુતિ તમારા લગ્ન ભાવમાં બનવાની છે. જ્યોતિષ ગણતરી મુજબ, શુક્ર-રાહુની આ યુતિ તમારા સંબંધોને પ્રભાવિત કરી શકે છે. તમે કોઈ એવા માણસની નજીક આવી શકો છો, જે તમારા માટે યોગ્ય નથી. સંબંધોમાં તમારી સાથે વિશ્વાસઘાત થઇ શકે છે. પ્રેમ મામલે તમે થોડા મૂંઝવણમાં મુકાઈ શકો છો. 

વૃષભ રાશિ: રાહુ-શુક્રની યુતિ બાદ વૃષભ રાશિના જાતકોને નવા સંબંધમાં સાવધાનીની સાથે આગળ વધવુ પડશે. જૂના સંબંધો તમારી ચિંતાનુ કારણ બની શકે છે. પ્રેમ જીવનમાં તમારે ખૂબ સમજદારી સાથે નિર્ણયો લેવા પડશે. આ સમયગાળામાં તમારે પોતાની વાણી અને વ્યવહાર પર પણ નિયંત્રણ રાખવુ પડશે. 

કન્યા રાશિ: શુક્ર-રાહુની યુતિ કન્યા રાશિના જાતકોની મુશ્કેલીઓ પણ વધારી શકે છે. તમારી વાણી કઠોર થઇ શકે છે. તમારા વ્યવહારથી લોકો પરેશાન થઇ શકે છે. દુર્ઘટના થવાની સંભાવનાઓ રહેશે. તેથી વાહન ચલાવતી સમયે પૂર્ણ સાવધાની રાખો. તમારા જીવનસાથીને પ્રાથમિકતા આપો. 

મીન રાશિ: શુક્ર-રાહુની યુતિ મીન રાશિના જાતકોનુ ટેન્શન પણ વધારી શકે છે. તમારે પોતાના દામ્પત્ય જીવનમાં વધુ સાવધાની સાથે રહેવુ પડશે. પ્રેમ જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મુશ્કેલી આવશે. પરિવારનો સપોર્ટ નહીં મળે. પતિ-પત્ની વચ્ચે ઝગડા પણ વધી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Shukra Rahu Yuti zodiac signs શુક્ર-રાહુની યુતિ Shukra Rahu Yuti

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ